અહીં નોકરી મેળવવા બોસ જોડે જવું પડે છે ડેટ પર, સેલેરી સાંભળી ચોંકશો! - Sandesh
NIFTY 11,434.65 +45.20  |  SENSEX 37,840.13 +174.33  |  USD 68.6650 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • અહીં નોકરી મેળવવા બોસ જોડે જવું પડે છે ડેટ પર, સેલેરી સાંભળી ચોંકશો!

અહીં નોકરી મેળવવા બોસ જોડે જવું પડે છે ડેટ પર, સેલેરી સાંભળી ચોંકશો!

 | 4:02 pm IST

ઈન્ટરવ્યુ માટે લોકો પૂરી તૈયારી કરીને જતા હોય છે, આત્મવિશ્વાસનું લેવલ પણ વધારી દેતા હોય છે, પરંતુ એક કંપનીએ નોકરીના ઈન્ટરવ્યુ માટે એવી રીત શોધી કાઢી છે જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.અમેરિકાની ડેટિંગ એપ ‘Hinge’ માટે નવી ભરતી થઈ રહી છે. જેમાં 67 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવી રહ્યો છે. ઉંચા પગારની સાથે આ કંપની પોતાના કર્મચારીઓને રેસ્ટોરાં અને બાર અલાઉન્સ પણ આપી રહી છે. પરંતુ આ કંપનીનું ઈન્ટરવ્યુ અન્ય કંપનીઓ કરતાં એકદમ અલગ હોય છે. અહીં તમારે બોસ સાથે ડેટ પર જવું પડશે અને એમને વિશ્વાસ અપાવવો પડશે કે કંપની તમે બિઝનેસ કરીને બતાવશો.

એક અહેવાલ મુજબ કંપનીએ એન્ટી રિટેન્શન સ્પેશ્યાલિસ્ટનું એક પદ બનાવ્યું છે જે બિલકુલ રિલેશનશિપ એક્સપર્ટ જેવું જ છે. આ પોસ્ટ પસંદ થનાર ઉમેદવારો સમસ્યાઓનું સમાધાન કરવું, ડેટ ફિક્સ કરવી, ડેટ માટે યોગ્ય લોકેશન શોધવું, કમ્યુનિકેશન કરાવવાનું કામ કરવું વગેરે જેવાં કામ કરવાના રહેશે.

‘Hinge’ના કમ્યુનિકેશન ડાયરેક્ટર જીન મેરી મેગ્રાથે જણાવ્યું કે, ‘અમે કહેવાને બદલે કરી બતાવવામાં માનીએ છીએ. ડેટમાં જે સફળ રહેશે તેને 67 લાખ રૂપિયાના પગારની સાથે રેસ્ટોરાં અને બાર અલાઉન્સ પણ આપવામાં આવશે. કંપની આવું એટલા માટે કરી રહી છે જેથી લોકો એપમાંથી બહાર નીકળીને હળવા-મળવામાં વિશ્વાસ કરે. ટિન્ડર, બમ્બલ અને ફેસબુક સાથે આ એપની હરિફાઈ છે.

ડેટિંગના મામલામાં આ એપ તેજીથી આગળ વધી રહી હોવાથી કંપનીએ આ નવી પોસ્ટ કાઢી છે. કંપનીના કમ્યુનિકેશન ડાયરેક્ટરે જણાવ્યું કે, આ પોસ્ટ માટે અપ્લાય કરનાર ઉમેદવારો સોશિયોલોજીમાં પીએચડી થયા હોવા જોઈએ. આની સાથે જ એમણે પ્રેમ, રિલેશનશિપ અને સેક્સમાં પણ રિસર્ચ કરવું જરૂરી છે.