Job Junction - Sandesh

Job Junction

 | 2:51 am IST

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેક્ચરરશિપ-જુનિયર રિસર્ચ ફેલોશિપ માટેની કમ્પ્યૂટર બેઝડ યુજીસી-નેટ ટેસ્ટ સંભવતઃ તા.૯-૧૨-૨૦૧૮થી તા.૨૩-૧૨-૨૦૧૮ દરમિયાન યોજાશે.

લાયકાત : જે-તે વિષયમાં ૫૫ ટકા (ઓબીસી, એસસી/ એસટી, અપંગ ૫૦ ટકા) સાથે અનુસ્નાતક.

વયમર્યાદા :૧-૧૨-૨૦૧૮ ના રોજ ૩૦ વર્ષ. તેમાં ઓબીસી, એસસી/ એસટી, અપંગ, ટ્રાન્સજેન્ડરને ૫ વર્ષની છૂટ. લેક્ચરરશિપ માટે નિશ્ચિત વયમર્યાદા નથી.

પરીક્ષા કેન્દ્ર : અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ગોધરા, જામનગર, જૂનાગઢ, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ.

અરજી ફી : રૂ.૮૦૦ (નોન ક્રિમીલેયર ઓબીસી રૂ.૪૦૦, એસસી/ એસટી, અપંગ, ટ્રાન્સજેન્ડર રૂ.૨૦૦) નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ દ્વારા ભરવાના રહેશે.

અરજી : સૌ પ્રથમ www.ntanet.nic.in વેબસાઈટ પરથી ઈર્ન્ફ્મેશન બુલેટીન ડાઉનલોડ કરી,  દર્શાવ્યા પ્રમાણે ઓનલાઈન અરજી તા.૩૦-૯-૨૦૧૮ સુધીમાં કરવી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ ભરતી

ગુજરાત હાઈકોર્ટમાં હમાલ, ચોકીદાર, લિફ્ટમેન અને પટ્ટાવાળા (નામદાર ન્યાયમૂર્તિશ્રીઓના નિવાસસ્થાને ફ્રજ માટે) સહિતના વર્ગ-૪ના કર્મચારીઓની ભરતી માટે પુરુષ તથા મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મગાવવામાં આવી છે.

જગ્યા : કુલ ૫૫ પૈકી સામાન્ય ૨૬, સા.શૈ.પ.વ. ૧૬, અનુસૂચિત જાતિ ૨ તથા અનુસૂચિત જાનજાતિ માટેની ૧૧ જગ્યા છે. કુલ જગ્યા પૈકી માજી સૈનિકો માટે ૧૧ જગ્યા અનામત રહેશે.

પગારધોરણ : રૂ.૧૪,૮૦૦-૪૭,૧૦૦.

લાયકાત : ધો.૮ પાસ.

વયમર્યાદા : તા.૩૦-૯-૨૦૧૮ ના રોજ ૧૮થી ૩૫ વર્ષ. અનામત વર્ગ તથા મહિલા ઉમેદવારોને  ૫ વર્ષની છૂટ મળશે. અપંગ ઉમેદવારને ૧૦ વર્ષની છૂટ મળશે.

પરીક્ષા : સંભવતઃ તા.૧૬-૧૨-૨૦૧૮ના રોજ યોજાશે. આ હેતુલક્ષી પરીક્ષાની ભાષા ગુજરાતી રહેશે. આ પરીક્ષામાં ગુજરાતી ભાષા, સામાન્યજ્ઞાન, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટનાઓ અંગેના પ્રશ્નો પૂછાશે. દરેક ખોટા અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે.

અરજી ફી : રૂ.૩૦૦ (સા.શૈ.પ.વ., અપંગ, અનુસૂચિત જાતિ/ જનજાતિ, એક્સ-ર્સિવસમેન રૂ.૧૫૦) સ્ટેટ બેન્ક ઓફ્ ઈન્ડિયાની કોઈપણ શાખામાં ચલણ અથવા ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ભરવાના રહેશે.

અરજી : www.hc-ojas.guj.nic.in પર તા.૩૦-૯-૨૦૧૮ સુધીમાં કરવી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા વિવિધ ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આંકડાશાસ્ત્ર મદદનીશ તથા સ્ટાફ્ નર્સની જગ્યા પર સીધી ભરતીથી પસંદ કરવા માટે ઓનલાઈન અરજી મગાવાઈ છે.

જગ્યા : આંકડાશાસ્ત્ર મદદનીશ ૨૯, સ્ટાફ્ નર્સ ૨૮૫.

પગારધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે રૂ.૩૧,૩૪૦ ફ્ક્સિ અને પાંચ વર્ષ બાદ નિયત પગારધોરણમાં નિમણૂક.

લાયકાત : (૧) આંકડાશાસ્ત્ર મદદનીશ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કે સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ ડિગ્રી ઈન સ્ટેટીસ્ટીક્સ/ એપ્લાઈડ સ્ટેટીસ્ટીક્સ/ મેથેમેટીકલ સ્ટેટીસ્ટીક્સ/ ઈકોનોમિક્સ/ એપ્લાઈડ ઈકોનોમિક્સ/ બિઝનેસ ઈકોનોમિક્સ/ ઈકોનોમેટ્રીક્સ/ મેથેમેટીક્સ તથા કમ્પ્યૂટરની જાણકારી.

(૨) સ્ટાફ્ નર્સ માટે પોસ્ટ બેઝીક બી.એસસી. (નર્સિંગ) અથવા બેઝીક બી.એસસી. (નર્સિંગ) તથા કમ્પ્યૂટરની જાણકારી.

વયમર્યાદા : (૧) આંકડાશાસ્ત્ર મદદનીશ માટે તા.૧૭-૯-૨૦૧૮ ના રોજ ૨૧થી ૩૭ વર્ષ. (૨) સ્ટાફ્ નર્સ માટે તા.૧૭-૯-૨૦૧૮ ના રોજ ૪૦ વર્ષ. અનામત કેટેગરીના ઉમેદવારને ૫, મહિલાને પ તથા અપંગ ઉમેદવારને ૧૦ તથા એક્સ-ર્સિવસમેનને ૩ વર્ષની છૂટ મળશે.

અરજી ફી : રૂ.૧૦૦ (સા.શૈ.પ.વ., અનુસૂચિત જાતિ/ જનજાતિ, અપંગ, એક્સ-ર્સિવસમેનને મુક્તિ) પોસ્ટઓફ્સિમાં ભરવાના રહેશે.

અરજી : આ અંગેની અરજી www.ojas.gujarat.gov.in પર તા.૧૭-૯-૨૦૧૮ સુધીમાં કરવી.

વિકાસ વર્તુળ ટ્રસ્ટ