‘ડ્રીમ જૉબ’! ‘CEO’ને લક્ઝરી હોટલમાં રહેવાનો પગાર મળશે 40 લાખ!, અનુભવની કોઇ જરૂર નથી – Sandesh
NIFTY 10,356.35 -4.05  |  SENSEX 33,724.11 +20.52  |  USD 64.7800 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ‘ડ્રીમ જૉબ’! ‘CEO’ને લક્ઝરી હોટલમાં રહેવાનો પગાર મળશે 40 લાખ!, અનુભવની કોઇ જરૂર નથી

‘ડ્રીમ જૉબ’! ‘CEO’ને લક્ઝરી હોટલમાં રહેવાનો પગાર મળશે 40 લાખ!, અનુભવની કોઇ જરૂર નથી

 | 2:59 pm IST

મેક્સિકોના કેનકનમાં એક એવી નોકરી સામે આવી છે જે દરેક વ્યક્તિની ‘ડ્રીમ જોબ’ હશે. તમે કયારેય એવી નોકરી અંગે જાણ્યું કે સાંભળ્યું છે, જેમાં કામ માત્ર લક્ઝરી હોટલોમાં જઇને રહેવાનું જ હોય! જાણીને નવાઇ લાગશે પરંતુ આ સાચું છે. Cancun.com આ નોકરી લઇને આવ્યું છે.

કેનકન ડૉટ કૉમ, અમેરિકાની ટ્રાવેલ કંપની “ટ્રેવલપાસ ગ્રૂપ’ અને મેક્સિકન કંપની ‘બેસ્ટડે ટ્રાવેલ ગ્રૂપ’ની વચ્ચે તૈયાર થયેલ એક જોઇન્ટ વેન્ચર છે. આ જોઇન્ટ વેન્ચર એક CEO એટલે કે ‘કેનકન એક્સપિરિયન્સ ઓફિસર’ તરીકે નોકરી આપી રહ્યું છે. આ ‘એક્સપિરિયન્સ ઓફિસર’નું કામ મેક્સિકોના કૈનકન શહેરમાં ટ્રાવેલ કરવા અને લક્ઝરી હોટલોમાં રોકાવાનું હશે અને આ કામ માટે તેને દર મહિને 10,000 ડોલર એટલે કે અંદાજે 6 લાખ 50 હજાર રૂપિયાથી પણ વધુ પગાર મળશે.

લક્ઝરી હોટલમાં રહેવાનું અને ફરવાથી કામ પૂરું થતું નથી. એક્સપિરિયન્સ ઓફિસરને 6 મહિના સુધી આ કામ કરવું પડશે. શાર્ક્સની સાથે સ્વિમિંગ કરવું, પ્રાચીન માયાન મંદિરોમાં ફરવાનું, બીચ પર ફરવાનું, અને લક્ઝરી હોટલો અને રિસોર્ટમાં રોકાવા જેવા કામ એક્સપિરિયન્સ ઓફિસરને કરવા પડશે. તેની સાથે જ તેણે પોતાના એક્સિપિરિયન્સ રેકોર્ડ બ્લોગ અને ટ્વીટ્સ દ્વારા શેર કરવો પડશે. એક્સપિરિયન્સ ઓફિસરનું કામ માત્ર ફરવાનું જ નથી, પરંતુ તેને પોતાના ટ્રાવેલ એક્સપિરિયન્સને શેર કરવાનો રહેશે. આ તમામ કામ કરતાં ઓફિસરોને લક્ઝરી હોટલોમાં રોકાવું પડશે, જેનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે. આ ખર્ચને ઉઠાવતા પહેલાં કંપની ઓફિસરને પગાર પણ આપશે.

જોબ ડિસ્ક્રિપ્શનના મતે એક્સપિરિયન્સ ઓફિસરને એવા કંટેંટ તૈયાર અને પ્રમોટ કરવા પડશે જે કૈનકન ઓફર્સની સંપૂર્ણ માહિતી પૂરી પાડે. આ જોબ માટે બે રિકવાયરમેન્ટ છે. પહેલી અંગ્રેજીમાં ફ્યુઅંટ હોવી અને બીજી ઉમેદવારને 18 વર્ષ કે તેનાથી ઉપરની હોવી જોઇએ. છે ને બાકી જોરદાર જોબ!