Pics: ટીવીની બ્યુટીફૂલ જોધા યાદ છે? જુઓ હવે કેવી લાગે છે.. ચોક્કસ નહીં ઓળખી શકો - Sandesh
  • Home
  • Entertainment
  • Pics: ટીવીની બ્યુટીફૂલ જોધા યાદ છે? જુઓ હવે કેવી લાગે છે.. ચોક્કસ નહીં ઓળખી શકો

Pics: ટીવીની બ્યુટીફૂલ જોધા યાદ છે? જુઓ હવે કેવી લાગે છે.. ચોક્કસ નહીં ઓળખી શકો

 | 5:40 pm IST

ટીવી સીરિયલ જોધા અકબરને લોકો ખુબ પસંદ કરી. સીરિયલમાં જોધાની ભૂમિકા પરિધિ શર્માએ નિભાવી હતી. તેની ખુબસુરતીએ સીરિયલની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. લગભગ 2 વર્ષ ચાલેલી આ સીરિયલે લોકોને તેની સાથે સાંકળી રાખ્યા હતાં. ટીવીના લોકપ્રિય કાર્યક્રમોમાં તેનું નામ સામેલ હતું. જોધાની ભૂમિકા જેણે ભજવી હતી તે પરિધિ શર્મા રીયલ લાઈફમાં માતા બની છે. અને પરિવાર તથા નાના પુત્રના ઉછેરમાં હાલ વ્યસ્ત છે. પરિધિની ટીવી પર વાપસીની હાલ કોઈ ઈચ્છા નથી.

પરિવાર સાથે પરિધિ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. તેણે ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તસવીર પરથી એવું લાગતું હતું કે પરિધિ હાલ ખુબ ખુશ છે અને ટીવી પર વાપસી કરવાનો તેનો હાલ કોઈ ઈરાદો નથી. અત્રે જણાવવાનું કે પરિધિએ વર્ષ 2011માં તેના કોલેજના ફ્રેન્ડ તન્મય સક્સેના સાથે લગ્ન કર્યા હતાં. તન્મય એક બિઝનેસમેન છે અને બંને પોતાના પુત્ર સાથે ખુબ ખુશ છે.

પરિધિ શર્માને જોધા અકબર સીરિયલથી ખુબ ફેમ મળી હતી. પરંતુ આ અગાઉ પણ તેણે અનેક સીરિયલમાં કામ કરેલુ છે. જેમાં તેરે મેરે સપનેમાં તે મીરાની ભૂમિકામાં જોવા મળી હતી. રૂક જાના નહીં શોમાં તે મહેકના પાત્રમાં હતી.