Jodhaa Akbar's actress married, reveals marriage happened after 2 years
  • Home
  • Featured
  • ‘જોધા અકબર’ની આ અભિનેત્રીના લગ્નને લઇને કર્યો મોટો ખુલાસો, જુઓ Pics

‘જોધા અકબર’ની આ અભિનેત્રીના લગ્નને લઇને કર્યો મોટો ખુલાસો, જુઓ Pics

 | 12:30 pm IST


શુ તમને બોલીવુડ અભિનેત્રી મેઘના નાયડૂ યાદ છે? વર્ષ 2000માં આવેલી મોસ્ટ પોપ્યુલર આલ્બમ, કલિયો કા ચમનથી પ્રખ્યાત થયેલી તેલુગુ અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી મેઘના નાયડૂએ વર્ષ 2004માં ફિલ્મ ‘હવસ’થી હિન્દી ફિલ્મોમાં આવી હતી. એક વખત ફરીથી પ્રખ્યાત ટીવી સીરિયલ જોધા અકબરની અભિનેત્રી મેઘના ચર્ચાઓમાં છે. જોકે, મેઘના ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મોટો ખુલાસો કરી ચોંકાવી દીધા છે. મેઘનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ ખુલાસો કર્યો છે. બે વર્ષ 25 ડિસેમ્બર 2016ને તેને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા.

ગત બે વર્ષથી મેઘના અને તેના પતિ પુર્તગાલી ટેનિસ પ્લેયર Luis Miguel Reis એક સાથે રહી રહ્યા છે. વર્ષ 2016માં મુંબઇમાં લગ્ન કરતા પહેલા આ એકબીજાને 6 વર્ષથી જાણતા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની ખબર શેર કરતા મેઘના ઘણા દિવસો બાદ ચર્ચામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની ખબર શેર કરતા લખ્યું કે અને અંહી મોટી ખબર છે. તે દરેક માટે જે અમારા લગ્ન અંગે જાણતા હતા. અમારી પ્રાઇવસીનું સમ્માન કરવા માટે ધન્યવાદ… અને તે દરેક લોકો માટે જે નથી જાણતા. અંહી તમારા માટે કંઇક ખબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન