Jodhpur jail Video of drug party goes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • જેલના ગોરખધંધાનો કાંડ ખૂલ્યો, અફીણ અને ડ્રગ્સનો સુટ્ટો મારતા કેદીઓનો VIDEO વાયરલ

જેલના ગોરખધંધાનો કાંડ ખૂલ્યો, અફીણ અને ડ્રગ્સનો સુટ્ટો મારતા કેદીઓનો VIDEO વાયરલ

 | 11:32 am IST

એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે જોધપુર જેલનો. આ જેલમાંથી એક કેદીએ વીડિયો વાયરલ કર્યો છે કે જેમાં ડ્રગ્સની પાર્ટી થતી જોવા મળી છે. આ વીડિયો વાયરલ કરનાર શખ્સનું નામ આજાદ સિંહ છે.

આજાદ સિંહ પાલી જીલ્લાનો રહેનાર છે અને હાલમાં તે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. કેટલાક દિવસો પહેલા એક જેલર સાથે આજાદ સિંહનો વિવાદ થઈ ગયો હતો. ત્યારે તેને ખબર પડી કે મને જોધપુરથી ઉદયપુર શિફ્ટ કરવામાં આવી શકે છે. એવામાં એને જેલમાં ચાલી રહેલા ગોરખધંધાનો વીડિયો બનાવી લીધો.

હવે જ્યારે તેને ઉદયપુર જેલમાં ધકેલવા માટે બધી યોજના બનાવવામાં આવતી હતી ત્યારે તેણે જોધપુર જેલનો આ વીડિયો વાયરલ કરી દીધો. વીડિયોમાં જોઈ શકાય છે કે જેલના કેદીઓ અફીણની મજા લઈ રહ્યા છે. વીડિયો સામે આવ્યા પછી જેલની અંદરના કેદીઓની પ્રવૃત્તિ અંગે જેલ પ્રશાસને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન