Joe Biden administration might be risky for China
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનને ટ્રમ્પ જ નહીં હવે જો બાઇડેનથી પણ લાગી રહ્યો છે ભયંકર ડર

ચીનને ટ્રમ્પ જ નહીં હવે જો બાઇડેનથી પણ લાગી રહ્યો છે ભયંકર ડર

 | 12:51 pm IST
  • Share

વિસ્તારવાદી ચીન (China) માટે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કોઇ ખરાબ સપનાથી કમ રહ્યા નથી. હવે તેમને અમેરિકાના નવા રાષ્ટ્રપતિની ગાદી સંભાળવા જઇ રહેલા જો બાઇડેન (Joe Biden)થી પણ ખતરો દેખાઇ રહ્યો છે. ચીનના એક મોટા થિંક ટેન્કનું માનવું છે કે આવનાર બાઇડેન પ્રશાસન ચીન પર કેટલાંય નવા પ્રતિબંધ લગાવી શકે છે. તેનાથી પણ આગળ ચીનના અર્થતંત્રને પ્રભાવિત કરી શકે છે.

જો બાઇડેન પ્રશાસનના પ્રત્યે એલર્ટ રહે ચીન- ચીની થિંક ટેન્ક

ચીનના સેન્ટ્ર બેન્કના પૂર્વ સલાહકાર રહી ચૂકેલા અને હાલમાં Tsinghua યુનિવર્સિટીના પ્રોફેસર David Li Daokui એ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં ચીન સરકારને ચેતવણી આપી છે કે બાઇડેન પણ ટ્રમ્પની જેમ ચાઇનાના પ્રત્યે સખ્ત રૂખ અખ્તિયાર કરી શકે છે. તેમણે જો બાઇડેન પ્રશાસનને ખતરો ગણાવતા કહ્યું કે તેઓ અમેરિકામાં એવી કેટલીય નીતિઓ લાગૂ કરી શકે છે, જેનાથી ચીનના ઉદ્યોગોને સીધી રીતે નુકસાન પહોંચશે.

ચીન માટે આવતુ વર્ષ એકદમ પડકારજનક રહેવાનું છે

David Li Daokui એ કહ્યું કે આવતા વર્ષે ચીનની વિદેશ નીતિ, ઉદ્યોગ અને કંપનીઓ માટે પડકારજનક રહેવાના છે. જો કે સારી વાત એ છે કે ટ્રમ્પ પ્રશાસનની સરખામણીમાં બાઇડેન પ્રશાસનની સાથે વાત કરવી વધુ સરળ રહેશે. તેમણે ચીન સરકારને ચેતવણી આપતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ હજુ ગયો નથી. તેઓ હજુ પણ ફિટ છે. એવામાં તેઓ 2024મા ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવાની કોશિષ કરી શકે છે.

David Li Daokui એ કહ્યું કે ચીને હવે એ ભ્રમ પોતાના મગજમાંથી નીકાળી દેવો જોઇએ કે બાઇડેનના પ્રશાસનની સાથે તેઓ સંબંધ શ્રેષ્ઠ કરી શકશે. તેમણે સરકારને ભલામણ કરી કે તેમણે વોશિંગ્ટનની સાથે કડકાઇથી રજૂ થવા માટે પોતાને તૈયાર કરવા જોઇએ.

‘અમેરિકા અને ચીનના સારા સંબંધ હવે વીતેલા જમાનાનો હિસ્સો’

ચીનના Shenzhen પ્રાંતમાં Advanced Institute of Global and Contemporary China Studiesના ડીન Zheng Yongnian એ કહ્યું કે અમેરિકા અને ચીનના સારા સંબંધોના દિવસો હવે વીતેલા જમાનાની વાત બની ચૂકયા છે. અમેરિકામાં ચીનની સાથે કોલ્ડ વોરની તૈયારી પાછલા કેટલાંય વર્ષોથી ચાલી રહી હતી અને આ સ્થિતિ કંઇ રાતોરાત પેદા થઇ નથી. તેમ છતાંય ચીનની સરકારને અમેરિકાની સાથે સંબંધ સુધારવા માટે તમામ કોશિષ કરવી જોઇએ.

જો બાઇડેનના આકરા વલણથી ચીન ડરી ગયું

આપને જણાવી દઇએ કે જો બાઇડેન એ અમેરિકામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સ્પષ્ટ પણે જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી જીત્યા બાદ વેપાર અને દક્ષિણ ચીન સાગર સહિત તમામ મુદ્દાઓ પર ચીનને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા પર મજબૂર કરશે. તેમની આ જાહેરાત બાદ ચીનનું થિંક ટેન્ક આશંકા વ્યકત કરી રહ્યું છે કે અમેરિકામાં સત્તા હસ્તાંતરણ છતાંય ચીનના પ્રત્યે તેના વલણમા કોઇ ખાસ બદલાવ આવવાનો નથી.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં કોરોના સંક્રમણ વચ્ચે યુવાઓ બેદરકાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન