Joe Biden Fractures Foot While Playing With Dog in US
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઇડેન ‘ભપ’ થતા પગમાં ફ્રેકચર

…અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઇડેન ‘ભપ’ થતા પગમાં ફ્રેકચર

 | 1:10 pm IST
  • Share

અમેરિકા (US)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) પોતાના કૂતરા (Dog)ની સાથે રમતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા. કહેવાય છે કે તેમના જમણા પગ ( foot) ના હાડકાંમાં નજીવી ક્રેક પડી ગઇ છે અને આવનારા કેટલાંય સપ્તાહ સુધી સહારા વગર ચાલી શકશે નહીં. ઘટનાના સમયે બાઇડેન પોતાના જર્મન શેફર્ડ કૂતરા ‘મેજર’ની સાથે રમી રહ્યા હતા. જો બાઇડેનની પાસે આવા બે કૂતરા છે.

જો બાઇડેનના ખાનગી ડૉકટર ઓ કોર્નર (O’Connor) એ કહ્યું કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને પગમાં ફ્રેકચર થયું છે અને તેના લીધે એક્સ-રેમાં આ પકડાતું નહોતું. જો કે બાદમાં સીટી સ્કેનમાં ખુલાસો થયો કે બાઇડેનના જમણા પગના હાડકામાં ક્રેક પડી ગઇ છે. તેમણે કહ્યું કે બાઇડેનને આવનારા કેટલાંય સપ્તાહ સુધી ટેકા સાથે ચાલવું પડી શકે છે.

કહેવાય છે કે 78 વર્ષના બાઇડેન પોતાના કૂતરાની સાથે રમતા સમયે પડી ગયા. જો બાઇડેનની નેવાર્ક (Newark) માં નિષ્ણાતોની દેખરેખ હેઠળ રવિવારે એક કલાક સુધી સારવાર ચાલી. બાઇડેન જ્યારે હોસ્પિટલથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ વાનમાં હતા આથી તેમને જોઇ શકાતા નહોતા. આપને જણાવી દઇએ કે જીત બાદ હવે 20 જાન્યુઆરીના રોજ બાઇડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે ધીમે-ધીમે હાર માનવા તરફ આગળ વધી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ – લોકાર્પણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન