Joe Biden, Kamala Harris named Time Person Of The Year 2020
  • Home
  • Featured
  • TIME મેગેઝીને જો બાઇડેન અને કમલા હેરિસને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે કર્યા પસંદ

TIME મેગેઝીને જો બાઇડેન અને કમલા હેરિસને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે કર્યા પસંદ

 | 1:55 pm IST
  • Share

ટાઇમ મેગેઝીન (TIME Megazine) એ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris)ને 2020ના વર્ષ માટે ‘પર્સન ઓફ ધ યર’ (Person Of The Year) જાહેર કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન અને કમલા હેરિસ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદગી પામ્યા છે. જો બાઇડેન એ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ભારે મતોથી હરાવ્યા છે. તો કમલા હેરિસ અમેરિકાના પહેલાં અશ્વેત અને પહેલાં દક્ષિણ એશિયન ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ગયા વર્ષે પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને આ ટાઇટલથી નવાજવામાં આવ્યા હતા. તો 2016માં મેગેઝીને ડોનાલ્ડ ટ્રમ્પને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કર્યા હતા.

ટાઇમ મેગેઝીને જો બાઇડેન અને કમલા હેરીસને તસવીરોને પોતાના કવર ફોટો બનાવ્યા છે. મેગેઝીને ફોટોની સાથે ‘Changing America’s story’ ટાઇટલ આપ્યું છે. 78 વર્ષના બાઇડેનને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 306 ઇલેક્ટોરલ વોટ પ્રાપ્ત કર્યા હતા જ્યારે ટ્રમ્પને માત્ર 232 ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા.

ટાઇમ મેગેઝીને કમલા હેરિસ અને જો બાઇડેનના ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદગી થવાને લઇ લખ્યું હતું કે અમેરિકાની કહાનીને બદલવા માટે, મતભેદની જગ્યાએ સહાનુભૂતિને વધુ મોટી તાકાત સાબિત કરવા માટે અને મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલ દુનિયાને એક વિઝન આપવા માટે.

જો બાઇડેન અને કમલા હેરિસ સિવાય આ ટાઇટલના બીજા ત્રણ દાવેદાર હતા જે ફાઇનલ સુધી પહોંચ્યા હતા. તેમાં હેલ્થકેર વર્કર્સ, અમેરિકાના મહામારી એક્સપર્ટસ એન્થની ફાઉચી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા.

ટાઇમ મેગેઝીન 1927ની સાલથી જ વાર્ષિક આ ટાઇટલની જાહેરાત કરતું રહ્યું છે. આ ટાઇટલ એવા વ્યક્તિ કે ગ્રૂપને આપવામાં આવે છે જેણે એ વર્ષે સકારાત્મક કે નકારાત્મક રીતે દેશ-દુનિયા પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય.

કોવિડ-19 મહામારી દરમ્યાન પોતાના જીવને જોખમમાં મૂકનાર નર્સ, ડૉકટર્સ, ડિલિવરી બોય સહિત તમામ વર્કર્સ એ TIME Person of the Year Reader Poll જીત્યો છે. ટાઇમ મેગેઝીને કહ્યું કે આ વર્ષે થયેલા મતદાનમાં કુલ 80 લાખ વોટ પડ્યા જેમાંથી 6.5 ટકા વોટ આ હીરોઝને મળ્યા.

આ વીડિયો પણ જુઓ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો