Joe Biden names over 20 Indian-Americans in Agency review Teams
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જો બાઈડન સરકારમાં ભારતીયો ડંકો વગાડશે, ભારતીય મૂળના 20 ચહેરાઓની મહત્વની ભૂમિકા

જો બાઈડન સરકારમાં ભારતીયો ડંકો વગાડશે, ભારતીય મૂળના 20 ચહેરાઓની મહત્વની ભૂમિકા

 | 2:03 pm IST
  • Share

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (America President Election)ના પરિઁણામો સામે આવી ગયા છે. ડેમોક્રેટ ઉમેદવાર (Democratic Candidate) જો બાઈડન (Joe Biden)ના હાથમાં અમેરિકાની સત્તાના સૂત્રો હશે. જ્યારે ભારતીય મૂળ (Indian Origen)ના કમલા હેરિસ (Kamala Harris) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ (US Vice President)હશે. અમેરિકામાં સત્તા વરિવર્તન બાદની પ્રક્રિયાઓ પર અત્યારથી જ ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં ભારતીયો (Indians)ની ભૂમિકા ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે, જો બાઈડેને (Joe Biden Team)તેમની ટીમમાં 20 જેટલા ભારતીય મૂળના લોકોને શામેલ કર્યા છે. બાઈડને ચૂંટણી જીત્યા (Biden Win Election) બાદ પોતાની એક નવી જ રિવ્યુ ટીમ (Review Team) બનાવી છે તેને ટ્રાંજિશન ટીમ (Transition Team)પણ કહેવામાં આવે છે. આ ટીમના માધ્યમથી તે ચૂંટણી જીત્યા બાદ 20 જાન્યુઆરીએ શપથ લેશે અને રાષ્ટ્રપતિ પદ સંભાળશે. આ ટીમમાં લગભગ 500 સભ્યો છે.

જો બાયડને 3 ભારતીયઓને પોતાની રિવ્યૂ ટીમમાં લીડર તરીકે સામિલ કર્યા છે. જ્યારે કે 20 અન્યને આ ટીમમાં સમાવ્યા છે. આ તમામ ભારતીય પ્રવાસી અમેરિકામાં સત્તા પરિવર્તનમાં મહત્વનો રોલ નિભાવશે.

બાયડનની એક ટીમમાં 3 મુખ્ય ભારતીય મુળના ચહેરા છે જેમાં રાહુલ ગુપ્તા, અરુણ મજૂમદાર અને કિરણ આહુજા રહેશે. જ્યારે અતમન ત્રિવેદી, અનીશ ચોપડા, અરુણ વૈંકટરમન, રાજ નાયક, શીતલ શાહ જેવા અન્ય લોકો 20 ભારતીય મૂળના લોકોનો સમાવેશ થશે.

જો બાયડનની આ ટીમમાં ભારતીયવંશીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. રાષ્ટ્રપતિ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાની સાથે જ બાઈડન કેમ્પ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે, તેમની પહેલી પ્રાથમિક્તા કોરોનાની મહામારી પર નિયંત્રણ લાવવાનું છે. બાયડન તેના માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરશે. હાલમાં આ ટીમની જવાબદારી ડૉ. વિવેદ મૂર્તિને આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન