Joe Biden's Foreign Minister About India-America Relations
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાઇડેનના વિદેશ મંત્રીએ ચીન-પાક.ને આપ્યો સખ્ત સંદેશ, ‘ડ્રેગન’ને US-ભારત માટે ગણાવ્યું ખતરો

બાઇડેનના વિદેશ મંત્રીએ ચીન-પાક.ને આપ્યો સખ્ત સંદેશ, ‘ડ્રેગન’ને US-ભારત માટે ગણાવ્યું ખતરો

 | 5:10 pm IST
  • Share

અમેરિકા (America)ના સંભવિત વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન (Antony Blinken)નું માનવું છે કે ભારત અને અમેરિકા ચીન (China)ના રૂપમાં એક સમાન પડકારનો સામનો કરે છે. એટલું જ નહીં ચીનની સાથે મજબૂત સ્થિતિ બનાવી રાખી વાતચીત કરવા માટે નવી દિલ્હી (New Delhi)એ અમેરિકાના એક મહત્વના ભાગીદાર હોવું જોઇએ. બ્લિંકેને આરોપ લગાવ્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકન ગઠબંધનને નબળું કરીને ચીનની મહત્વપૂર્ણ રણનીતિના લક્ષ્યાંકમાં આગળ વધવામાં મદદ કરી અને દુનિયામાં શૂન્યતા છોડી જેથી ચીન તે ભરી શકે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મૂલ્યો છોડ્યા 

બ્લિંકેને એ આરોપ પણ લગાવ્યો કે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મૂલ્યોને છોડ્યા અને હોંગકોંગમાં લોકશાહીને કચેડવા માટે લીલી ઝંડી બતાવી. બ્લિંકને ‘જો બાઇડેન સરકારમાં અમેરિકા-ભારતના સંબંધ અને ભારતીય અમેરિકન’ પર આયોજિત એક ડિઝિટલ પેનલની ચર્ચામાં ભારતીય મૂળના લોકોને કહ્યું કે, આપણો એક સમાન પડકાર ઝડપથી વધી રહેલા ચીનને પહોંચી વળવાનો છે. આમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત પ્રત્યે તેની આક્રમકતા સામેલ છે.

ચીન આંતરરાષ્ટ્રીય નિયમોને નજરઅંદાજ કરી રહ્યું છે

તેમણે કહ્યું કે, ચીન પોતાની આર્થિક તાકાતના દમ પર બીજાઓને દબાવવા ઇચ્છે છે. તે પોતાના હિતોનો વિસ્તાર કરવા માટે આંતરરાષ્ટ્રીય નિયમોને નજરઅંદાજ કરી રહ્યું છે તથા પાયાવિહોણા દરિયાઈ અને ક્ષેત્રીય દાવાઓ કરી રહ્યું છે. આમાં વિશ્વના કેટલાક મહત્વના સાગરોમાં નૌવહનની સ્વતંત્રતા પર ખતરો પેદા થયો છે. ભારત અને ચીનની વચ્ચે મેથી પૂર્વ લદ્દાખ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગતિરોધ ચાલી રહ્યો છે.

આતંકવાદ સહન કરવામાં નહીં આવે

બ્લિંકન, બાઇડેનના ઉપ-રાષ્ટ્રપતિ રહેતા તેમના વિદેશ નીતિ સલાહકાર હતા. તેમણે હોંગકોંગમાં ચીની કાર્યવાહીને ટાંક્યું હતુ અને આને પોતાના લોકોના અધિકારો અને લોકશાહીનું દમન ગણાવ્યું હતુ. બ્લિંકને કહ્યું હતુ કે, આપણે એક ડગલું પાછા હટવું પડશે અને ખુદને એ મજબૂત સ્થિતિમાં રાખવા પડશે જ્યાંથી આપણે ચીનની સાથે વાતચીત કરી શકીએ જેથી સંબંધો આપણી શરતો પર આગળ વધે ના કે એની. બ્લિંકને કહ્યું કે, રાષ્ટ્રપતિ તરીકે બાઇડેન આપણી લોકશાહીને નવીનીકૃત કરવા માટે કામ કરશે. સાથે ભારત જેવા નજીકના ભાગીદારો સાથે કામ કરશે. તેમણે એ પણ કહ્યું કે, બાઇડેન સરકાર દક્ષિણ એશિયામાં આતંકવાદને સહન નહીં કરે. પછી ભલે તે સરહદ પારથી થતો આતંકવાદ હોય કે અન્ય સ્થાનોથી.

આ વિડીયો પણ જુઓ: સુરતના મેયર ડૉ.જગદીશ પટેલને કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન