જો હું રાજા હોઉં તો? - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

જો હું રાજા હોઉં તો?

 | 4:05 am IST

રાજનગર ગામની શાળામાં આઠમા- ધોરણના બાળકોને વર્ગશિક્ષક ભણાવી રહ્યા હતા. વર્ગમાં ‘લોકશાહી રાજ’ વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. ર્તાિકક કહે-જુઓ, આપણા દેશમાં લોકશાહી રાજ છે, છતાં પણ આજે લોકો ક્યાં સુખી છે? પુ. બાપુની રામરાજ્યની કલ્પનાને સાકાર કરે એવો દેશનો વહીવટ નજરે ચઢે છે ખરો? ભલા, આના કરતાં તો પહેલાં જે રાજાશાહી હતી એ સારી હતી.

વાતમાં સૂર પુરાવતાં રાજન બોલ્યો, “ખરેખર, તારી વાત સાચી છે, દેશમાં લોકશાહી આજે અવળે રસ્તે ચાલે છે. પણ જો હું આ દેશનો રાજા હોઉં તો દેશની કાયાપલટ કરી શકંુ તેમ છું.”

રાજનની વાત સાંભળવા વર્ગશિક્ષક બોલ્યા, “રાજન, જો તને પાંચ વર્ષ માટે આપણા દેશના રાજા બનાવી દેવામાં આવે તો તું શું કરે? એ વિશે તું માંડીને વાત કર.”

પછી રાજને વાત શરૂ કરી. “જો હું રાજા હોઉં તો સૌ પ્રથમ દેશમાંથી ચૂંટણીપ્રથા જ નાબૂદ કરી દઉં. છાશવારે યોજાતી ચૂંટણીઓનો જંગી ખર્ચ જે આપણા ગરીબ દેશને પોષાય નહિ. દિલ્હીની ગાદી ઉપર મારા રાજ-દરબારમાં હું એવા પ્રમાણિક અને નિષ્ઠાવાળા પ્રધાનોને પસંદ કરીશ કે જેમનામાં પ્રજા કલ્યાણની ઉમદા-ભાવના સમાયેલી હોય, સ્વાર્થ નહિ. મારું એવું રાજ હશે કે જ્યાં ભ્રષ્ટાચાર કે કાળા બજારનું નામ નિશાન નહિ હોય. મારા શાસનમાં મહિલાઓ અને બાળકો સહિત તમામ પ્રજા સુખી હશે. રાજનું ન્યાયતંત્ર પણ ખૂબ સક્રિય અને ઝડપી હશે. ગુના પ્રમાણે દોષિતને તુરંત જ સજા થશે. દરેક ક્ષેત્રે રાજનો વહીવટ જ એવો સરળ, પારદર્શક અને હિતકારી હશે કે કોઈને ક્યાંય મુશ્કેલી જ નહિ પડે. મારા રાજમાં ઊંચ-નીચ કે ગરીબ-તવંગરનો કોઈ ભેદ પણ નહિ હોય. દરેકને સમાન હક હશે. રાજ તરફથી સ્વરોજગારી માટે વિપુલ તકો હશે.

વળી દેશના રાજા તરીકે હું એ વાતનું ધ્યાન રાખીશ કે મારા રાજમાં કોઈ શિક્ષણથી વંચિત નહિ હોય. લોકોને આરોગ્યની વિપુલ સુવિધાઓ ગામમાં જ મળી રહે. એવી વ્યવસ્થા હશે. રાજનો વહીવટ ચલાવવા માટે લોકો પાસેથી હું કર વસૂલ કરીશ, પણ એ દરેકને પરવડે એવો હશે. રાજની તિજોરીનો એક એક રૂપિયો લોકોની સુખ સુવિધા માટે જ વપરાશે. મારા રાજમાં કોઈ ખોટો ખર્ચ નહીં હોય. મારા દેશના ખેડૂતો પણ સમૃદ્ધ હશે. ઠેર ઠેર નહેરો વહેતી હશે અને બધા રાજ્યોની જમીન ઉપર સામૂહિક ખેતી કરીને સુખેથી જીવતા હશે. દેશના ખૂણે – ખૂણા માંથી મારા વિદ્વવાન સલાહકારોની સૂચના પ્રમાણે લોક કલ્યાણના કામો હું કરતો રહીશ. આમ એક રાજા તરીકે આ દેશનો સફળ વહીવટ કરવા હું ઉત્સુક છું. ભારત એક સમયે સ્વર્ગ હતું, પણ આજે નથી. એ ફરી પાછું સુરાજ્ય બની શકે, પણ ક્યારે? “જો હું રાજા હોઉં તો.”

રાજને જેવી વાત પૂરી કરી કે તુરંત જ તાળીઓના ગડગડાટથી વર્ગખંડ ગુંજી ઊઠયો. રાજન ભલે કશું ના કરે, પણ આજે રાજનના દિલમાં દેશ પ્રત્યેની જે ઉમદા ભાવના અને ખુમારી છે એને લાખ લાખ સલામ કરવા જેવી છે. રાજનગર ગામની શાળામાં આઠમા- ધોરણના બાળકોને વર્ગશિક્ષક ભણાવી રહ્યા હતા. વર્ગમાં ‘લોકશાહી રાજ’ વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. ર્તાિકક કહે-જુઓ, આપણા દેશમાં લોકશાહી રાજ છે, છતાં પણ આજે લોકો ક્યાં સુખી છે? પુ. બાપુની રામરાજ્યની કલ્પનાને સાકાર કરે એવો દેશનો વહીવટ નજરે ચઢે છે ખરો? ભલા, આના કરતાં તો પહેલાં જે રાજાશાહી હતી એ સારી હતી.

વાતમાં સૂર પુરાવતાં રાજન બોલ્યો, “ખરેખર, તારી વાત સાચી છે, દેશમાં લોકશાહી આજે અવળે રસ્તે ચાલે છે. પણ જો હું આ દેશનો રાજા હોઉં તો દેશની કાયાપલટ કરી શકંુ તેમ છું.”

રાજનની વાત સાંભળવા વર્ગશિક્ષક બોલ્યા, “રાજન, જો તને પાંચ વર્ષ માટે આપણા દેશના રાજા બનાવી દેવામાં આવે તો તું શું કરે? એ વિશે તું માંડીને વાત કર.”

પછી રાજને વાત શરૂ કરી. “જો હું રાજા હોઉં તો સૌ પ્રથમ દેશમાંથી ચૂંટણીપ્રથા જ નાબૂદ કરી દઉં. છાશવારે યોજાતી ચૂંટણીઓનો જંગી ખર્ચ જે આપણા ગરીબ દેશને પોષાય નહિ. દિલ્હીની ગાદી ઉપર મારા રાજ-દરબારમાં હું એવા પ્રમાણિક અને નિષ્ઠાવાળા પ્રધાનોને પસંદ કરીશ કે જેમનામાં પ્રજા કલ્યાણની ઉમદા-ભાવના સમાયેલી હોય, સ્વાર્થ નહિ. મારું એવું રાજ હશે કે જ્યાં ભ્રષ્ટાચાર કે કાળા બજારનું નામ નિશાન નહિ હોય. મારા શાસનમાં મહિલાઓ અને બાળકો સહિત તમામ પ્રજા સુખી હશે. રાજનું ન્યાયતંત્ર પણ ખૂબ સક્રિય અને ઝડપી હશે. ગુના પ્રમાણે દોષિતને તુરંત જ સજા થશે. દરેક ક્ષેત્રે રાજનો વહીવટ જ એવો સરળ, પારદર્શક અને હિતકારી હશે કે કોઈને ક્યાંય મુશ્કેલી જ નહિ પડે. મારા રાજમાં ઊંચ-નીચ કે ગરીબ-તવંગરનો કોઈ ભેદ પણ નહિ હોય. દરેકને સમાન હક હશે. રાજ તરફથી સ્વરોજગારી માટે વિપુલ તકો હશે.

વળી દેશના રાજા તરીકે હું એ વાતનું ધ્યાન રાખીશ કે મારા રાજમાં કોઈ શિક્ષણથી વંચિત નહિ હોય. લોકોને આરોગ્યની વિપુલ સુવિધાઓ ગામમાં જ મળી રહે. એવી વ્યવસ્થા હશે. રાજનો વહીવટ ચલાવવા માટે લોકો પાસેથી હું કર વસૂલ કરીશ, પણ એ દરેકને પરવડે એવો હશે. રાજની તિજોરીનો એક એક રૂપિયો લોકોની સુખ સુવિધા માટે જ વપરાશે. મારા રાજમાં કોઈ ખોટો ખર્ચ નહીં હોય. મારા દેશના ખેડૂતો પણ સમૃદ્ધ હશે. ઠેર ઠેર નહેરો વહેતી હશે અને બધા રાજ્યોની જમીન ઉપર સામૂહિક ખેતી કરીને સુખેથી જીવતા હશે. દેશના ખૂણે – ખૂણા માંથી મારા વિદ્વવાન સલાહકારોની સૂચના પ્રમાણે લોક કલ્યાણના કામો હું કરતો રહીશ. આમ એક રાજા તરીકે આ દેશનો સફળ વહીવટ કરવા હું ઉત્સુક છું. ભારત એક સમયે સ્વર્ગ હતું, પણ આજે નથી. એ ફરી પાછું સુરાજ્ય બની શકે, પણ ક્યારે? “જો હું રાજા હોઉં તો.”

રાજને જેવી વાત પૂરી કરી કે તુરંત જ તાળીઓના ગડગડાટથી વર્ગખંડ ગુંજી ઊઠયો. રાજન ભલે કશું ના કરે, પણ આજે રાજનના દિલમાં દેશ પ્રત્યેની જે ઉમદા ભાવના અને ખુમારી છે એને લાખ લાખ સલામ કરવા જેવી છે.