Joe Jonas Reveals that Faced a Major Issue at Priyanka-Nick Wedding
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકા-નિકના શાહી લગ્નમાં આ વસ્તુ જ ખુટી ગઈ હતી, બન્યો હતો મોટો મુદ્દો

પ્રિયંકા-નિકના શાહી લગ્નમાં આ વસ્તુ જ ખુટી ગઈ હતી, બન્યો હતો મોટો મુદ્દો

 | 6:03 pm IST

વર્ષ 2018માં બોલિવૂડ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. જે તે સમયે ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ લગ્નમાં પસંદગીના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્ન પ્રસંગને ખાસ બનાવવા માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ તેમ છતાં આ પ્રસંગે એક વસ્તુની ભારે અછત પડી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ નિક જોનસના ભાઈ જો જોનસે એક ટીવી શોમાં ખુલાસો કર્યો છે કે પ્રિયંકા ચોપરાની રોયલ વેડિંગમાં એક વસ્તુની ઘણી અછત થઈ હતી. તેમને કહ્યું કે નાના ભાઈ નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના લગ્નમાં બીયરની ઘણી અછત હતી. જોકે મારા લગ્નમાં આવું ફરી ન બને તેનું અમે સંપૂર્ણ ધ્યાન રાખીશું. સૂત્રો મુજબ જો જોનસ થોડા દિવસોમાં ગેમ ઓફ થ્રોન્સની એક્ટ્રેસ સોફી ટર્નર સાથે લગ્ન કરશે.

રિપોર્ટ પ્રમાણે જોએ વધુ ઉમેરતા કહ્યું કે નિકના લગ્નમાં અમને અંદાજો નહોતો કે અમારા મિત્રો આટલી બીયર પીવે છે? અમે ફ્રાન્સમાં લગ્ન કરી રહ્યા હતા તેથી બીયર પર્યાપ્ત માત્રામાં હોવી જરૂરી છે. જોકે આ મુશ્કેલ કામ નથી. અમે પહેલાથી સાવચેતી અને ધ્યાન રાખીશું. જ્યારે શોમાં નિક જોનસ પણ હતો તેણે કહ્યું કે,‘મારા લગ્નથી અમે શીખ લીધી છે કે અમારા મિત્રો ઘણી બીયર પીવે છે. મારા લગ્નમાં બીયરનું સમાપ્ત થવું એક મોટો મુદ્દો બન્યો હતો.’

તમને જણાવી દઈએ કે થોડા દિવસે પહેલા જ જોનસ બ્રધર્સનું નવું સિંગલ સોંગ ‘સકર’ રિલીઝ થયું છે. આ ગીતમાં પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નર પણ નજરે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન