ઇંગ્લેન્ડના કેપ્ટને ટીમ ઇન્ડિયાને અપાવી શરમજનક હારની યાદ તો વસીમભાઇએ પકડાવ્યા કાન

ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 317 રનથી હરાવીને 4 મેચોની સિરીઝમાં શાનદાર વાપસી કરી. હવે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium)માં રમાશે. આ ટેસ્ટ એક ડે-નાઇટ મેચ હશે. પરંતુ આ મેચ પહેલા ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ (Joe Root)એ માઇન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધુ છે. રૂટ એ ભારતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એડિલેડમાં રમાયેલ ડે-નાઇટ મેચની યાદ અપાવી છે. પરંતુ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી વસીમ જાફરે (Wasim Jaffer) રૂટને સણસણતો જવાબ આપ્યો છે.
રૂટે ભારતને ઓસ્ટ્રેલિયાની યાદ અપાવી
જો રૂટ એ ભારતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એડિલેડમાં મળેલ શરમજનક હારની યાદ અપાવી છે. ભારત તે ટેસ્ટ મેચમાં 36 રન પર આઉટ થઇ ગયુ હતું. આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી નાનો સ્કોર હતો. જેના કારણે ભારત આ મેચ 8 વિકેટથી હારી ગયુ હતું. ઇએસપીએન ક્રિકઇંફોએ જો રૂટના એક નિવેદનને ટ્વીટ કર્યું છે. જેમા રૂટ એ કહ્યું છે કે, 36 ઓલઆઉટ પર અમારૂ ધ્યાન રહેશે. આ ભારત માટે ચિંતાની વાત છે, તેમના દિમાગમાં આ વાત ચાલી રહી હશે.
વસીમ જાફરે બોલી બંધ કરી
જો રૂટના નિવેદન બાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વસીમ જાફરે તેને કરારો જવાબ આપ્યો છે. જાફરે ઇએસપીએનના ટ્વીટનો જવાબ આપતા કહ્યું,’ગત વખતે જ્યારે ઇંગ્લેન્ડે ડે-નાઇટ ટેસ્ટ રમી હતી તેમા તેમનો સ્કોર 27/9 હતો. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ 58 પર ઓલઆઉટ થઇ હતી. હું ખાલી જણાવી રહ્યો છું.’
Last time England played a d/n test they were 27/9 Vs NZ (58 all out)😏 #JustSaying #INDvsENG https://t.co/Pjz7FnEOUz
— Wasim Jaffer (@WasimJaffer14) February 23, 2021
દુનિયા સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ દર્શકોની ક્ષમતાના હિસાબે સૌથી મોટું સ્ટેડિયમ છે. આ મેદાનમાં એકવારમાં 1 લાખ 10 હજાર લોકો બેસી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન