Jofra Archer meet with Ben Stokes before Super Over in WC
  • Home
  • Sports
  • Cricket
  • Video: સુપર ઓવર પહેલા સ્ટોક્સ પાસે કેમ ગયો હતો જોફ્રા આર્ચર? થયો ખુલાસો

Video: સુપર ઓવર પહેલા સ્ટોક્સ પાસે કેમ ગયો હતો જોફ્રા આર્ચર? થયો ખુલાસો

 | 5:19 pm IST

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ ફાઇનલમાં સુપર ઓવર કરતા પહેલા બોલર જોફ્રા આર્ચર કોઇ પણ દબાણમાં દેખાયો નહોતો. એવું એટલા માટે થયું કારણ કે આર્ચરને બેન સ્ટોક્સે સલાહ આપી હતી. ત્રણ વર્ષ પહેલા કોલકાતામાં થયેલ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્ટોક્સને અંતિમ ઓવરમાં કોર્લોસ બ્રાથવેટે ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેથી ઇંગ્લેન્ડે ખિતાબ ગુમાવ્યો હતો. કદાચ એટલે જ તેને આર્ચર સાથે વાત કરી હતી.

સૂત્રો મુજબ આર્ચરે કહ્યું હતું કે,‘હું સૌથી પહેલા મોર્ગન પાસે ગયો. મને ખબર હતી કે હું શું કરવા જઈ રહ્યો છું. પરંતુ હું સુનિશ્ચિત કરવા માંગતો હતો કે તેઓ મારાથી શું ઇચ્છે છે? ઓવર પહેલા સ્ટોક્સે પણ મને કહ્યું હતું કે જીત મળે કે પછી હાર, આજની મેચ તમને વ્યાખ્યાયિત નહીં કરે. પૂરી ટીમને તમારી પર ગર્વ છે.’ વધુ ઉમેરતા આર્ચરે કહ્યું કે,‘કોલકાતામાં જે થયું કદાચ તેને ધ્યાનમાં રાખી તે મારી પાસે વાત કરવા આવ્યા હતા. કદાચ તેમને પણ એ જ અનુભવ કર્યું હશે. પરંતુ તે મેચ હારી ગયા હતા.’ આર્ચરે કહ્યું કે ઓવર પહેલા જો રૂટે પણ તેની સાથે વાત કરી.

આર્ચરે કહ્યું કે,‘રૂટ મારી પાસે આવ્યા અને કેટલાક પ્રેરણાદાયક શબ્દો કહ્યાં. હું જાણતો હતો કે અમે હારી પણ જઈશું તો દુનિયા સમાપ્ત નહીં થાય. હું ખુશ છું કે ટીમે મારી પર ભરોસો કર્યો. છગ્ગા લાગ્યા છતા કેપ્ટને મારી પર ભરોસો દાખવ્યો. મોર્ગન ખૂબજ શાંત હતા અને પરિસ્થિતિઓને સમજી રહ્યા હતા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન