John Abraham gifts Arshad Warsi a BMW f750 GS bike
  • Home
  • Featured
  • જ્હોન અબ્રાહમે અરશદ વારસીને BMWની બાઇક આપી ભેટ, કિંમત અને ફીચર્સ જાણી ચોંકી જશો

જ્હોન અબ્રાહમે અરશદ વારસીને BMWની બાઇક આપી ભેટ, કિંમત અને ફીચર્સ જાણી ચોંકી જશો

 | 11:20 pm IST

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમનો બાઇક પ્રેમ જગ જાહેર છે. જોનના ફેન્સ જાણે છે કે જોનને સુપરબાઇક્સ કેટલી ગમે છે. જ્હોન માત્ર બાઇક રાઇડ કરવાનો જ શોખીન નથી પરંતુ તે તેના મિત્રોને ઘણી વખત બાઇક્સ ગિફ્ટ પણ કરે છે. આ વખતે જ્હોને તેના સાથી કલાકાર અરશદ વારસીને ભેટમાં BMW F750 GS બાઇક આપી છે.

આ બાઇકની વાત કરીએ તો કંપનીએ આ બાઇકમાં 853cc ક્ષમતાવાળુ પેરલલ ટ્વીન એન્જિન આપ્યું છે. જે 77bhpની પાવર અને 83Nmનો ટોર્ક જેનરેટ કરે છે. આ બાઇકને કંપનીએ પહેલીવાર ઓટો એક્સપો 2018માં લોન્ચ કરી હતી. હાલ ભારતીય માર્કેટમાં આ બાઇકની કિંમત 11.95 લાખ રૂપિયાથી લઈ 13.40 લાખ રૂપિયા વચ્ચે બતાવવમાં આવે છે. જો કે, બાઇકની કિંમત અલગ-અલગ વેરિએન્ટ પર નિર્ભર કરે છે.

આપને જણાવી દઈએ કે અરસદ વારસીએ સોશિયલ મીડિયા પર બાઇક સાથે એક તસવીર પોસ્ટ કરી જ્હોનનો આભાર માન્યો છે. જ્હોન અબ્રાહમ અને અરસદ વારસી બંને અનીસ બઝ્મી દ્વારા ડાયરેક્ટ કરેલ ફિલ્મ પાગલપંતીમાં સાથે કામ કર્યું હતું. જે ગત વર્ષ નવેમ્બર મહિનામાં રિલીઝ થઈ હતી.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં આંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન