જ્હોન અબ્રાહમ કરી રહ્યો છે 'બાટલા હાઉસ'ની તૈયારી  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્હોન અબ્રાહમ કરી રહ્યો છે ‘બાટલા હાઉસ’ની તૈયારી 

જ્હોન અબ્રાહમ કરી રહ્યો છે ‘બાટલા હાઉસ’ની તૈયારી 

 | 12:31 am IST

ગલી ગુલિયાંની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આવેલા સત્યમેવ જયતેના અભિનેતા જ્હોન અબ્રાહમે પત્રકારોને જણાવ્યું હતું કે એની આગામી ફિલ્મ બાટલા હાઉસનું શૂટિંગ પહેલી નવેમ્બરથી શરૂ થશે. એ સાથે એણે ઉમેર્યું હતું કે આવતા અઠવાડિયાથી ફિલ્મ માટે વર્કશોપ શરૂ કરશે. ફિલ્મનું શૂટિંગ ૧ નવેમ્બરથી શરૂ થશે અને ૫ જાન્યુઆરી સુધીમાં પૂરું કરાશે. ફિલ્મને આવતાં વરસે ૧૫ ઓગસ્ટે રિલીઝ કરવાની યોજના છે.  જ્હોને કહ્યું કે અમે પૂરા પ્લાનિંગ સાથે ફિલ્મ બનાવી રહ્યા છીએ. ફિલ્મનું શૂટિંગ દિલ્હી, મુંબઈ, જયપુર અને નેપાળમાં કરાશે. જ્હોન અબ્રાહમની પરમાણુ, સત્યમેવ જયતેને ફિલ્મ રસિયાઓએ વખાણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન