NSA John Bolton Tried His Best to Draw U.S. Into a War
  • Home
  • Featured
  • ટ્રમ્પનો પણ ‘બાપ’, આ સનકી અમેરિકનનું બસ ચાલ્યું તો દુનિયાને ચઢાવી દેશે યુદ્ધના રવાડે

ટ્રમ્પનો પણ ‘બાપ’, આ સનકી અમેરિકનનું બસ ચાલ્યું તો દુનિયાને ચઢાવી દેશે યુદ્ધના રવાડે

 | 11:43 am IST

ઇરાન સાથે તઘલખી સંબંધ, ચીનની સાથે ટ્રેડ વોર સહિત દુનિયામાં કેટલીય મોટી સમસ્યાઓમાં ગૂંચવાયેલા અમેરિકામાં મંગળવારના રોજ મોટી રાજકીય ઉથપલપથલ જોવા મળી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જૉન બોલ્ટનને સસ્પેન્ડ કરી દીધા અને ટૂંક સમયમાં જ નવા NSAના નામની જાહેરાતની વાત કહી. ટ્રમ્પે બે ટ્વીટ કરી બોલ્ટનના સસ્પેન્ડની જાહેરાત કરી અને સ્પષ્ટ કરી દીધું કે તેમની અને જૉન બોલ્ટનની નીતિઓનો મેળ બેસતો નહોતો.

જૉન બોલ્ટનની ગણતરી અમેરિકાના એ નોકરશાહોમાં થાય છે જે પોતાની નીતિને લગૂ કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. પછી તે વાત યુદ્ધની હોય કે ના હોય. ઇરાન, નોર્થ કોરિયા, અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સખ્ત વલણ તેમની જ દેન છે અને તેના લીધે જ તેમના અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વિવાદ થયો અને અંતમાં તેમણે પદ છોડવું પડ્યું.

જૉન બોલ્ટન 15 વર્ષની ઉંમરથી જ રિપબ્લિકન પર્ટીના સમર્થક રહ્યા છે અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બૈરી ગોલ્ડવાટર (1964) માટે બોલ્ટને સ્કૂલમાં પ્રચાર કર્યો હતો. ત્યારબાદથી જ તેઓ સતત આ પાર્ટી માટે કામ કરતા રહ્યા અને છેલ્લાં 2-3 દાયકાથી નીતિગત નિર્ણયોનો હિસ્સો રહ્યા. તેમની નીતિ હંમેશા આક્રમક રહી, તે કોઇપણ દેશ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર, કેટલાંય દેશોમાં સત્તા પરિવર્તનના પક્ષઘર રહ્યા છે.

જૉન બોલ્ટનની આક્રમક નીતિ સાથે જોડાયેલી કેટલીક બાબતો પર અહીં નજર કરીએ…

– 1998મા જૉન બોલ્ટન અમેરિકાની એજન્સી ન્યૂ અમેરિકન સેંચુરીના પ્રોજેક્ટ ડાયરેકટર રહ્યા છે, જેમણે ઇરાનની સાથે યુદ્ધનું સમર્થન કર્યું હતું.

– નૉર્થ કોરિયાની સાથે પાછલા દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે દોસ્તીના પગલાં ભર્યા હતા, પરંતુ જૉન બોલ્ટનની નીતિ અલગ છે. બોલ્ટનનું માનવું રહ્યું છે કે અમેરિકાએ મોડું કર્યા વગર નોર્થ કોરિયા પર સ્ટ્રાઇક કરવી જોઇએ, નહીં તો ખતરો ઉભો થઇ શકે છે.

– પાછલા દિવસોમાં જ્યારે ટ્રમ્પ-કિમ જોંગ ઉનની મુલાકાત રદ્દ થઇ તો તેની પાછળ જૉન બોલ્ટનની નીતિ જ હતી. કારણકે જૉન બોલ્ટને નૉર્થ કોરિયાની સામે કેટલીય કઠિન શરતો મૂકી દીધી હતી.

– ઇરાન અને અમેરિકાની વચ્ચે અત્યારે પરમાણુ ડીલને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જૉન બોલ્ટનની ઇરાનને લઇ એક જ નીતિ છે જો તેઓ ના માને તો બોમ્બ વરસાવી દેવા જોઇએ. બોલ્ટનની આ નીતિના લીધે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને હટાવી દીધા હતા.

– જ્યારે બરાક ઓબામાએ 2015મા ઇરાનની સાથે પરમાણુ ડીલ પર વાત કરવાની શરૂઆત કરી તો જૉન વોલ્ટનને તેનો ખૂબ વિરોધ કર્યો હતો અને ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખમાં લખ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે એકશન શરૂ કરાય.

– ‘સંયુકત રાષ્ટ્રની કોઇ જરૂર નથી’ , આ માનવું હતું જૉન બોલ્ટનનું. જ્યારે જૉન બોલ્ટનને જ્યોર્જ બુશે સંયુકત રાષ્ટ્રમાં એમ્બેસેડર બનાવી મોકલ્યા તો તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે દુનિયાને UNની જરૂર જ નથી, દુનિયાને સમય આવવા પર તાકતવર દેશ દિશા દેખાડી શકે છે અને અમેરિકા સૌથી તાકતવર છે.

આ સિવાય પણ કેટલાંય એવા મુદ્દા છે જ્યારે જૉન બોલ્ટનની નીતિ ખૂબ જ અલગ રહી છે. ભલે દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પને આક્રમક માનતી હોય, પરંતુ જૉન બોલ્ટન કયાંય આગળ છે. તેમનું બસ ચાલે તો તેઓ ઇરાન, સીરિયા, વેનેઝુએલા, યમન, ક્યૂબા, અને નૉર્થ કોરિયામાં સત્તા પરિવર્તન કરાવી દે અને જો આમ ના થયું તો તેના માટે યુદ્ધ પણ કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ – આ નવરાત્રીનો નવો ટ્રેન્ડ, રેઇનકોટ ચણિયાચોળીનો શરૂ થયો ટ્રેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન