પાકિસ્તાનને જવા દો, આટલેથી અટકી જાવ, અમેરિકાની ભારતને વિનંતી - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાનને જવા દો, આટલેથી અટકી જાવ, અમેરિકાની ભારતને વિનંતી

પાકિસ્તાનને જવા દો, આટલેથી અટકી જાવ, અમેરિકાની ભારતને વિનંતી

 | 12:41 pm IST

અમેરિકાએ ભારતને પાકિસ્તાન સાથેની બાબતને હવે વધુ આગળ ન ધપાવવા અનુરોધ કર્યો છે. અમેરિકાના વિદેશપ્રધાન જ્હોન કેરીએ છેલ્લાં બે દિવસમાં બેવાર વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે વાત કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી બંને દેશો વચ્ચે પ્રથમવાર ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ છે. સુષ્મા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની વાર્ષિક બેઠકમાં ઉપસ્થિત રહેવા હાલમાં ન્યૂયોર્કમાં છે.

વિદેશપ્રધાન સુષમા સ્વરાજે 26 સપ્ટેમ્બરે મહાસભાને સંબોધન કરતાં આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને આડેહાથ લીધું હતું. ઉરી હુમલામાં 18 ભારતીય જવાનો શહીદ થયા હતાં. આ હુમલા પછી પાકિસ્તાનને ભીંસમાં લેવા ભારત રાજદ્વારી સ્તરે વિવિધ પગલા અંગે વિચારણા ચલાવી રહ્યું છે. આ કવાયતના ભાગરૂપે ભારતે પાકિસ્તાનમાં 28 સપ્ટેમ્બરે યોજાનારા સાર્ક સંમેલનનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે. આ જ પ્રમાણે ભારતના વલણને સમર્થન આપતાં બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ સાર્ક સંમેલન માટે પાકિસ્તાન ન જવાની ઘોષણા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન