John's grueling action scene went on and the mother watched, She was afraid that she would stop
  • Home
  • Entertainment
  • Bollywood
  • જોનનો એક્શન સીન ચાલતો હતો અને માતા જોઈ ગઈ, થોડીવાર શ્નાસ થંભી ગયો એવી ડરી ગઈ

જોનનો એક્શન સીન ચાલતો હતો અને માતા જોઈ ગઈ, થોડીવાર શ્નાસ થંભી ગયો એવી ડરી ગઈ

 | 4:08 pm IST

15 ઓગષ્ટે જોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ રિલીઝ થવા જઈ રહી છે. બાટલા હાઉસની ટીમ પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. જોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર અને રવિ કિશન બાટલા હાઉસને પ્રમોટ કરવા કપિલ શર્માના કોમેડી શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જોન અબ્રાહમે જણાવ્યું કે એકવાર તેની માં શૂટિંગના સમયે તેમને લાગ્યું કે ખરેખર મારા પર હુમલો થઈ રહ્યો છે.

કપિલે જોનને પૂછ્યું કે, એક ફિલ્મના ફાઈટ સીન દરમિયાન જોનની માં રોડ તરફથી નીકળી હતી. ત્યારે તેની માંને લાગ્યું કે મારા પુત્ર જોન પર હુમલો થઈ રહ્યો છે. શું આ સાચે થઈ રહ્યો છે? તો કપિલના શર્માના આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, હા આ સાચું છે ફિલ્મ ટેક્સી નંબર 9211ના એક એક્શન સીનનું રોડ પર શૂટિંગ ચાલી રહ્યું હતુ. ત્યારે માં ત્યાંથી નીકળી રહી હતી. હું જમીન પર હતો અને ગાડી સામેથી આવી રહી હતી. ત્યારે સામેથી મમ્મી આવ્યા અને બોલ્યાં – અરે મારો દિકરો.. મારો દિકરો…’

જણાવીએ કે બાટલા હાઉસનું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું. આ મૂવી એનકાઉન્ટરની સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન 18-20 કરોડની આસપાસ રહેવાની આશા છે. બાટલા હાઉસ 2008માં દિલ્હીના જામિયા નગરમાં થયેલા વિવાદિત એનકાઉન્ટર પર બેઝ છે. જોવાનું રહેશે કે બોક્સ ઓફિસ પર કેવો બિઝનેસ કરે છે.

આ વીડિયો પણ જુઓ: ભાઇ બહેનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બહેન કમર શેખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન