Gujarat: Joining Congress in Hardik Patel does not make any difference to BJP
  • Home
  • Gujarat
  • હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી BJPને કોઇ ફરક નથી પડવાનો: ઓમ પ્રકાશ માથુર

હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી BJPને કોઇ ફરક નથી પડવાનો: ઓમ પ્રકાશ માથુર

 | 3:21 pm IST

ચુંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચુંટણીઓની જાહેરાત કરતા રાજકીય પક્ષોમાં પણ હલચલ વધી જવા પામી છે ત્યારે આજે ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ પ્રકાશ માથુરની ઉપસ્થિતિમાં ખેડા જીલ્લામાં લોકસભાની ચુંટણી માટે વ્યૂહ રચના બનાવવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ત્યારે ઓમ પ્રકાશ માથુરે હાર્દિકના કોંગ્રેસમાં જોડવા સબંધી કોઈ ટીકા કરવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે હાર્દિક કોંગ્રેસમાં જોડાય કે ન જોડાય અમને કોઈ ફરક પડતો નથી.

2014ની લોકસભાની ચુંટણીમાં મોદી વેવ ના કારણે ભાજપની પ્રચંડ જીત થઇ હતી હવે કોંગ્રેસ સતત પોતાના ભાષણોમાં જણાવે છે કે, હવે મોદી વેવ ખતમ થઇ ગયો છે આ મામલે ઓમ માથુરે હતુ કે, કોંગ્રેસીઓ અમારા કાર્યક્રમોની નકલ કરી રહ્યા છે, અમે જે કરીએ છીએ તેને કોંગ્રેસ ફોલો કરે છે પણ પરિણામ 23 મેંના રોજ બધાને ખબર પડી જશે. હાલમાં કોંગ્રેસમાં દોડ ધામ મચી જવા પામી છે, મહા ગઠબંધનની કેવી હાલત થઇ છે તે જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન