અક્ષયે 'જોલી એલએલબી-૨?નું નવું ગીત ટ્વિટર પર શેર કર્યું  - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષયે ‘જોલી એલએલબી-૨?નું નવું ગીત ટ્વિટર પર શેર કર્યું 

અક્ષયે ‘જોલી એલએલબી-૨?નું નવું ગીત ટ્વિટર પર શેર કર્યું 

 | 3:48 am IST

બોલિવૂડમાં ખેલાડી તરીકે જાણીતા અક્ષયકુમારની ફિલ્મ ‘જોલી એલએલબી-૨’નું નવું ગીત રિલીઝ થયું છે. ‘બાવરા મન’ નામના આ ગીતનો વીડિયો અક્ષયકુમારે જ ટ્વિટર પર શેર કર્યો છે. આ ગીતમાં અક્ષય અને હુમા રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ ગીત જુબિન નૌતિયાલ અને નીતિ મોહને ગાયું છે. #BawaraMann હેશટેગ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ ફિલ્મમાં અક્ષય જોલી નામના વકીલની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ કોમેડી, એકશન અને ઇમોશનથી ભરપૂર છે. ફિલ્મમાં ‘સલમાન ખાનના લગ્ન ક્યારે થશે તે કહી શકાય?’ ઉપરાંત ‘જો પ્રેમ અને યુદ્ધમાં બધું માફ હોય તો, સીમા પરના જવાનનો શિરચ્છેદ પણ કાયદેસર છે અને પ્રેમમાં યુવતી પર એસિડ હુમલો પણ કાયદેસર છે’ તેવા પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી હોલ ગજવી દેતાં ડાયલોગ પણ ફિલ્મમાં છે. ૨૦૧૩માં રજૂ થયેલી ‘જોલી એલએલબી’ની આ સિકવલ ફિલ્મ છે, જેની સ્ટોરી અને દિગ્દર્શન સુભાષ કપૂર કર્યું છે.