Jos Buttler react on NZ lose say didnt deserve to lose WC
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડની હારને લઈ ઇંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે આપી પ્રતિક્રિયા, કહ્યું- હાર માટે…

ન્યૂઝીલેન્ડની હારને લઈ ઇંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે આપી પ્રતિક્રિયા, કહ્યું- હાર માટે…

 | 11:32 am IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં યજમાન ટીમ ઈંગ્લેન્ડ વિજય સાથે વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. વર્લ્ડ કપની ફાઇનલ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જે ખબૂજ રોમાંચક રહી હતી. આ 50 ઓવરની ફાઇનલ મેચ ટાઈ થઈ હતી. ત્યાર બાદ સુપર ઓવરનું પરિણામ પણ ટાઈ રહ્યું હતું. જોકે આઈસીસીના નિયમ મુજબ બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

જીત બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓમાં જશ્નનો માહોલ છે. ત્યારે આ વચ્ચે હવે ટીમના વિકેટકીપર અને બેસ્ટમેન જોસ બટલરે કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ હારની હકદાર નહોતી. આ સાથે બટલરે ન્યૂઝીલેન્ડને શાનદાર મુકાબલો કરવા શુભેચ્છા પાઠવી હતી અને ટીમના ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ બટલરે કહ્યું કે,‘‘કોઈ પણ ટીમ હારની હકદાર નહોતી. રોમાંચક ફાઇનલ મેચનું ક્રેડિટ ન્યૂઝીલેન્ડની ટીમને પણ જાય છે. તેઓ દુ:ખી હશે પરંતુ તે હારના હકદાર નથી.’’

ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડે 44 વર્ષ બાદ ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જીત બાદ ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન મોર્ગેને પણ નિવેદન આપ્યું હતું. મોર્ગને કહ્યું કે,”નિયમને બનાવ્યે લાંબો સમય થઇ ગયો છે અને અમારું તેના પર કોઈ નિયંત્રણ નથી.” તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા ન્યૂઝીલેન્ડની પ્રશંસા કરી. મૉર્ગને આ જીત માટે પોતાની ટીમ, સપોર્ટિંગ સ્ટાફ અને તમામ લોકોનો આભાર માન્યો જે છેલ્લા 4 વર્ષથી આ માટે મદદ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન