જોટાણાની નુપૂર ACCA પરીક્ષામાં એશિયામાં પ્રથમ, વિશ્વમાં તૃતીય - Sandesh
  • Home
  • Mehsana
  • જોટાણાની નુપૂર ACCA પરીક્ષામાં એશિયામાં પ્રથમ, વિશ્વમાં તૃતીય

જોટાણાની નુપૂર ACCA પરીક્ષામાં એશિયામાં પ્રથમ, વિશ્વમાં તૃતીય

 | 1:55 am IST

મહેસાણા

મહેસાણા જિલ્લાના જોટાણાના મૂળ વતની અને અમદાવાદમાં રહેતા પરિવારની પુત્રી નુપૂર શૈલેષકુમાર ચાવડાએ એસોસીએશન ઓફ ચાર્ટડ ર્સિટફાઈડ એકાઉન્ટસ (એસીસીએ)ની પરીક્ષામાં ૮૦૦ માંથી ૭૮૪ ગુણ મેળવી એશિયા ખંડમાં પ્રથમ અને સમગ્ર વિશ્વમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. આ તેજસ્વી છાત્રાને કેનેડાની જે.પી.મોર્ગન નામની પ્રખ્યાત સંસ્થામાં નોકરી માટે નિમણૂંક પણ મળી ગઈ છે. જોટાણા ગામના રહેવાસી ચાવડા મોહનલાલ ઉગરચંદના પુત્ર શૈલેષકુમાર અમદાવાદમાં ઈન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવે છે. તેમની પુત્રી નુપુરે ભારે મહેનત અને સંઘર્ષ કરી આ સિધ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની એકાઉન્ટસી બોડીમાં એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજું સ્થાન મેળવનારી નુપૂરને કેનેડાની પ્રખ્યાત સંસ્થાએ પણ નોકરી માટે પસંદ કરી છે. હવે, નુપૂરની વધુ વિકાસની તકો ઉજળી બની રહેશે તે કહેવામાં કોઈ અતિશયોકિત નથી.

ACCA પરીક્ષા શું છે ?

ACCA એટલે એસોસીએશન ઓફ ચાર્ટડ ર્સિટફાઈડ એકાઉન્ટસ (એસીસીએ)એ એક  આંતરરાષ્ટ્રીય એકાઉન્ટન્સી બોડી છે. અન્ય દેશોમાં તેમની સ્થાનિક  લાયકાતને સમકક્ષ આ ડિગ્રી છે. આ પરીક્ષામાં ૮૦૦ માંથી ૭૮૪ ગુણ મેળવી નુપૂર ચાવડાએ  વિદેશમાં અને ભારતમાં અને જોટાણા ચાવડા પરિવારનું ગૌરવ  વધાર્યું છે.