journalist appeal to the public through video after being caught in Corona?
  • Home
  • Videos
  • Featured Videos
  • કોરોનામાં સપડાયા બાદ આ પત્રકારે જાહેર જનતાને Videoના માધ્યમથી શું અપીલ કરી?

કોરોનામાં સપડાયા બાદ આ પત્રકારે જાહેર જનતાને Videoના માધ્યમથી શું અપીલ કરી?

 | 8:37 pm IST

કોરોના વાયરસને કહેર સતત વધી રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામા સતત વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં આ આંકડો સવા લાખ તરફ પહોંચી રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 396 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેથી ગુજરાતમાં કોરોનાનો કુલ આંકડો 13669 પર પહોંચી ગયો છે. 396 કેસમાંથી 277 કેસ માત્ર અમદાવાદમાં નોંધાતા અમદાવાદમાં કોરોનાનો આંકડો 10,000ની પાર પહોંચી ગયો છે. ત્યાં જ છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત નિપજ્યા છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 829 પર પહોંચી ગયો છે.

દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધતો જઇ રહ્યો છે. દેશનાં અલગ-અલગ ભાગોમાં સતત એ લોકોનાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જેઓ કોરોનાની વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા છે. મુંબઈ, ચેન્નઈમાં બાદ હવે અમદાવાદમાં પણ ન્યૂઝ ચેનલના ફિલ્ડ પત્રકારોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે આવામાં અમદાવાદના પત્રકાર મનોજ અગ્રાવત કોરોનાની સારવાર દરમિયાન લોકોને જાગૃત કરી રહ્યા છે અને લોકોને વીડિયોના માઘ્યમથી જણાવી રહ્યા છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી અને આ વાયરસ સામે સાવચાતી રાખવાની ખુબ જ જરૂર છે. મનોજ અગ્રાવતે પોતાના વીડિયોમાં સાફ કહ્યું છે કે,’જો ડર ગયા, સમજો મર ગયા’. માટે કોરોનાથી ડરશો નહી.

આ સાથે જ મનોજ અગ્રાવતે લોકોને કોરોના રિપોર્ટ કરાવવા માટે ઉતાવળ નહી કરવાની પણ સલાહ આપી છે તથા કોરોના વિરૂદ્ધ જંગમાં એક-બીજાનો સાથ આપી સતર્ક રહેવાની માહિતી તેમણે જાહેર જનતાને આપી છે. આ વીડિયોથી સાફ થાય છે કે પોતાના વીડિયોના માધ્યમથી મનોજ અગ્રાવત કોરોના મહામારીમાં સપડાયા બાદ પણ લોકોને જાણકારી આપી રહ્યા છે અને પોતાના પત્રકાર હોવાની ફરજને અદા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન