chirag patels case a mobile phone found in Ahmadabad
  • Home
  • Ahmedabad
  • બે મહિના બાદ પત્રકાર ચિરાગ પટેલનો મોબાઈલ મળ્યો, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો

બે મહિના બાદ પત્રકાર ચિરાગ પટેલનો મોબાઈલ મળ્યો, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો

 | 1:28 pm IST

પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે હજુ પોલીસ નક્કર કાર્યવાહી કરી શકી નથી, ત્યારે આજે ચિરાગ પટેલનો મોબાઈલ ફોન મળી આવ્યો હોવાનો ખુલાસો થયો છે. ચિરાગ પટેલનો મોબાઈલ ફોન મળી આવ્યો છે. કઠવાડા ગામનો રહેવાસી યુવક વહેલી સવારે ઘટનાસ્થળ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચિરાગના બાઈક પર મોબાઈલ ફોન પડેલો જોતા તેણે ફોન લઈ લીધો હતો.

મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડીલીટ કરવામાં આવ્યો છે. ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે.આ અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચિરાગના મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડીલીટ કર્યાં હોવાથી FSLમાં મોકલવામાં આવ્યો છે. ચિરાગ પટેલના મોતના બે મહિના બાદ મોબાઈલ મળ્યો હોવાથી અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. કઠવાડાના રહેવાસી યુવકે ચિરાગના બાઈક પર પડેલો મોબાઈલ ઉઠાવ્યો હતો. ચિરાગ પટેલના મોબાઈલમાંથી તમામ ડેટાને ડીલીટ કરી દેવામાં આવ્યા છે.

તાજેતરમાં પત્રકાર ચિરાગ પટેલના પીએમ રિપોર્ટ થયેલા ખુલાસા મુજબ ચિરાગ પટેલના શરીર પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસિનનો ઉપયોગ થયો હતો. તેની સાથે સાથે તેની બોડી પર કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા પણ એકત્ર કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન