ભારત વિરોધી નફરત ફેલાવવામાં માસૂમ બાળકોને ઉપયોગ કરતો હાફિઝ સઈદ - Sandesh
  • Home
  • World
  • ભારત વિરોધી નફરત ફેલાવવામાં માસૂમ બાળકોને ઉપયોગ કરતો હાફિઝ સઈદ

ભારત વિરોધી નફરત ફેલાવવામાં માસૂમ બાળકોને ઉપયોગ કરતો હાફિઝ સઈદ

 | 5:53 pm IST

ભારત વિરોધી ઝેર ફેલાવવામાં પાકિસ્તાનના આતંકવાદીઓ સંગઠનો કોઈ જ કસર છોડતા નથી. તેના માટે માસૂમ બાળકોનો ઉપયોગ કરવાથી પણ તેઓ ખચકાતા નથી. આ બાબતની સાબિતી આપતી એક તસવીર પણ સામે આવી છે. તસવીરમાં પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા (JuD)ના નેતા સદાકતનો પુત્ર હાથમાં ખતરનાક રાઈફલ પકડેલી છે.

આ તસવીર ઈસ્લામાબાદમાં આયોજીત એક કાર્યક્રમની હોવાનું કહેવાય છે. બાળક પાછળ એક પોસ્ટર દેખાઈ રહ્યું છે, જેના પર લખ્યું છે કે, કાશ્મીર પાકિસ્તાનનું અભિન્ન અંગ છે અને કાશ્મીરની ‘આઝદી’ને તે સમર્થન આપતા રહેશે.

JuDની સ્થાપના હાફિઝ સઈદે કરી છે અને તે જ મુંબઈ પરના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. આ સંગઠન પાકિસ્તાનમાંથી કાર્યરત છે અને તે લશ્કર-એ-તોયબાનો જ ભાગ છે. આ સંગઠન તેની ભારત વિરોધી ગતિવિધિઓ માટે જાણીતું છે. JuD ભારત વિરૂદ્ધ જેહાદ ફેલાવવા માટે નાના બાળકોને સંગઠનમાં સામેલ કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે. આ સંગઠન દ્વારા પાકિસ્તાનના કેટલાક મદરેસા અને ધાર્મિક શાળાઓ પણ ચલાવવામાં આવી રહી છે જે નાના બાળકોનું બ્રેઈનવૉશ કરી રહી છે. આ બાળકોના મનમાં ભારત ઉપરાંત અમેરિકા વિરૂદ્ધ પણ નફરત ફેલાવી રહ્યું છે.

પાકિસ્તાન સરકાર પણ આ આતંકવાદી સંગઠનોથી પરેશાન થઈ ચુકી છે. ચારેકોરથી વધતા જતાં આંતરરાષ્ટ્રીય દબાણને લઈને પાકિસ્યાને એંટી-ટેરર લો માં પણ સંશોધન કર્યું છે. એંટી ટેરર કાયદામાં સુધારા બાદ મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ હાફીઝ સઈદના જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઈંસાનિયત ફાઉંડેશનને પણ પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં શામેલ કરી દીધું છે. તેવામાં JuDના નેતાના પુત્રની હાથમાં રાઈફલ સાથેની તસવીરે સનસનાટી મચાવી દીધી છે.