NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જજો સામે તપાસની માગ કરતી અરજી અદાલતની અવમાનના : સુપ્રીમ કોર્ટ

જજો સામે તપાસની માગ કરતી અરજી અદાલતની અવમાનના : સુપ્રીમ કોર્ટ

 | 4:50 am IST

નવી દિલ્હી, તા.૧૪

ન્યાયાધીશોની કથિત સંડોવણીવાળા મેડિકલ કાઉન્સિલ લાંચ કેસની તપાસ માટે સીટની રચનાની માગ કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે મંગળવારે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમે કાયદાથી પર નથી પરંતુ ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જોઇએ. જ્યુડિશિયલ ઓર્ડર દ્વારા જજ સામે એફઆઇઆર નોંધી શકાય નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપો દ્વારા સુપ્રીમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી ચૂકી છે. સુપ્રીમ કોર્ટના કોઇ ન્યાયાધીશ સામે એફઆઇઆર નોંધાઇ નથી. ન્યાયતંત્ર પર બિનજરૂરી શંકાઓ ઊભી કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે એડવોકેટ કામિની જયસ્વાલ અને એનજીઓ સીજેએઆરનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણની અરજીઓને અનૈતિક, અદાલતની અવમાનના કરનારી, અપમાનજનક અને સમગ્ર ન્યાયતંત્રના ગૌરવને હાનિ પહોંચાડનારી ગણાવી હતી.

સીટની માગણી કરતી અરજી ફગાવી દેતાં પોતાના ચુકાદામાં જસ્ટિસ અરૂણ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે ન્યાયાધીશો કાયદાથી પર નથી. અમે ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોઇએ પરંતુ અમારામાંનો કોઇ કાયદાથી અલગ નથી. પરંતુ દરેક બાબતની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. જોકે, અદાલતે અરજકર્તાઓ સામે અદાલતની અવમાનનાની કાર્યવાહીનો આદેશ આપ્યો નહોતો. જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે આપણે એક થઇને આ મહાન સંસ્થા માટે કામ કરીએ. આ અરજીઓએ સુપ્રીમ કોર્ટ જેવી લોકતંત્રની મહાન સંસ્થાનું કૌભાંડીકરણ કરી નાખ્યું છે. સુપ્રીમ કોર્ટની શાખને નુકસાન પહોંચી ચૂક્યું છે.

શું છે સમગ્ર મામલો?

મૂળ કેસ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો છે. એમસીઆઇએ લખનઉના પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટને મેડિકલ કોલેજની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ ટ્રસ્ટે અદાલતમાં ધા નાખીને પોતાની તરફેણમાં ચુકાદો મેળવ્યો હતો. ટ્રસ્ટ અને ન્યાયાધીશો વચ્ચે સાઠગાંઠ હોવાના આરોપોસર નોંધાયેલા કેસમાં સીબીઆઇએ કેટલાક લોકો પર દરોડા પાડયા હતા. જેમાં ઓડિશા હાઇકોર્ટના નિવૃત્ત જજ આઇ એમ કુદ્દુસીની ધરપકડ થઇ હતી. આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાવવા એનજીઓ સીજેએઆર દ્વારા માગ થઇ હતી. એડવોકેટ કામિની જયસ્વાલે પણ આવી જ માગ કરતી અરજી કરી હતી.

;