Judge 'blackmailed' into jailing 'innocent' Nawaz : Maryam Nawaz
  • Home
  • Featured
  • તો શું નવાઝ શરીફને દબાણવસ જેલની સજા સંભળાવવામાં આવી હતી? Video આવ્યો સામે

તો શું નવાઝ શરીફને દબાણવસ જેલની સજા સંભળાવવામાં આવી હતી? Video આવ્યો સામે

 | 5:55 pm IST

તો શું પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને દબાણવસ જેલની સજા સંભળાવવામાં આવી હતી? ખુદ નવાઝ શરીફની પુત્રીએ એક વીડિયો ક્લિપ જાહેર કરીને આ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે.

ભ્રષ્ટાચારના આરોપમાં સજા કાપી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સજા સંભળાવનારા જજ અંગે હવે એક નવી વાત બહાર આવી છે. નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે એક વીડિયો ક્લિપ બહાર પાડી છે અને દાવો કર્યો છે કે, એક દબાણ હેઠળ નવાઝ શરીફને સજા સંભળાવાઈ છે. મરિયમે જાહેર કરેલા વીડિયોમાં જજ એવું બોલતા સંભળાય છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીને તેઓ સજા સંભળાવા માગતા નથી, પરંતુ તેઓ આમ કરવા માટે મજબૂર છે. 

મરીયમ શરીફે કર્યો ઘટસ્ફોટ

મરિયમ શરીફે જણાવ્યું કે, ‘પુરાવા’ રજૂ કર્યા પછી તેમના પિતા શરીફને જેલમાં રાખવા હવે એક અપરાધ ગણાશે. નવાઝ શરીફને ‘પડદા પાછળ છુપાયેલા ચહેરાઓના વધુ પડતા દબાણ’ને કારણે સજા આપવામાં આવી છે.

મરિયમે ઉમેર્યું હતું કે, જેના કારણે તેમના પિતાને દોષી ઠેરવવામાં આવ્યા છે અને જેલની સજા થઈ છે, એ કેસમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયામાં ગંભીર રીતે સમાધાન કરાયું છે. તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો, જે અંગે દાવો કરાયો છે કે, વીડિયોમાં શરીફનો એક વફાદાર પ્રશંસક નસીર ભટ્ટ અને મલિક વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેને ગયા વર્ષે ડિસેમ્બરમાં અલ અઝિઝિયા સ્ટીલ મીલના ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા 7 વર્ષની જેલ અને ફ્લેગશિપ ઈન્વેસ્ટમેન્ટ કેસમાં મુક્ત કરાયો હતો. જોકે, મરિયમના આ દાવાને રવિવારે ન્યાયાધીશ અરશદ મલિકે ફગાવી દીધો છે. 

મરિયમે કરી આવી માંગણી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ઉપાધ્યક્ષે મંડી બહાઉદ્દીનમાં રવિવારે એક રેલીમાં પોતાના ભાષણમાં ઈમરાન ખાનને સંબોધીને કહ્યું હતું કે, ‘તમારું રાજીનામું આપો, ઘરે જાઓ.’ જેલ રોડ પર થયેલી આ રેલીમાં પોતાના સંબોધનમાં મરિયમે દાવો કર્યો હતો કે, નવાઝ વહેલી તકે મુક્ત થશે અને ફરી દેશના વડાપ્રધાન બનશે. આ વખતે અગાઉ કરતાં પણ વધુ શક્તિશાળી બનીને સત્તા પર આવશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન