Judge Sri Srinivasan becomes first Indian-American to lead powerful federal circuit court
  • Home
  • Featured
  • ભારતીય મૂળના શ્રીનિવાસનના નામનો અમેરિકામાં વાગશે ડંકો, ઇતિહાસ રચી દીધો

ભારતીય મૂળના શ્રીનિવાસનના નામનો અમેરિકામાં વાગશે ડંકો, ઇતિહાસ રચી દીધો

 | 10:14 am IST

ભારતીય મૂળના ન્યાયાધીશ શ્રી શ્રીનિવાસન અમેરિકાની શક્તિશાળી ફેડરલ સર્કિટ કોર્ટની કમાન સંભાળનાર દક્ષિણ એશિયન મૂળના પહેલાં વ્યક્તિ બની ગયા છે. તેઓ પહેલાં ભારતીય-અમેરિકન છે જેમને આ જવાબદારી મળી છે. 52 વર્ષના શ્રીનિવાસને યુનાઇટેડ સ્ટેટસ કોર્ટ ઓફ અપીલ્સના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળી ઇતિહાસ રચી દીધો છે. ખાસ વાત એ છે કે બરાક ઓબામાના કાર્યકાળમાં તેમની પસંદગી કરાઇ હતી.

શ્રીનિવાસને ન્યાયાધીશ મેરિક ગારલેન્ડનું સ્થાન લીધું છે. શ્રીનિવાસનનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બીએ કર્યું અને સ્ટેનફોર્ડ લૉ સ્કૂલમાંથી જેડી તથા સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું.

ઓબામાએ કર્યા હતા નોમિનેટ

આવતા સપ્તાહે 53 વર્ષના થવા જઇ રહેલા શ્રીનિવાસનને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં નોમિનેટ કરાયા હતા. યુએસ સેનેટે 97-0ની બહુમતીથી અપીલ્સ કોર્ટમાં તેમના પ્રમોશન અને કંફર્મેનશ પર મ્હોર મારી દીધી હતી. 1960ના દાયકામાં શ્રીનિવાસનના માતા-પિતા અમેરિકા જતા રહ્યા હતા. કંસાસના લોરેન્સમાં તેમનું બાળપણ પસાર થયું હતું.

યુએસની અપીલીય કોર્ટ ડીસી સર્કિટ રાષ્ટ્રીય રાજધાની વોશિંગ્ટનમાં આવેલ છે અને તેને સુપ્રીમ કોર્ટ બાદ બીજી સૌથી મોટી કોર્ટ મનાય છે. અહીં સુપ્રીમ કોર્ટના નવ જજોમાંથી ચાર સેવાઓ પ્રદાન કરે છે. શ્રીનિવાસન આવતા સપ્તાહે 53 વર્ષના થશે, તેમને એક ઉદારવાદી ન્યાયાધીશ તરીકે ઓળખાય છે.

ભગવદગીતાથી લીધા હતા શપથ

શ્રીનિવાસને પોતાની ઓફિસમાં ભગવદગીતાથી શપથ લીધા અને આ દરમ્યાન તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ-અમેરિકને કેવી રીતે આધ્યાત્મિક આધાર પર ગર્ભપાત, પર્યાવરણ અને ગન રાઇટ્સ જેવા મુદ્દા પર ન્યાય મળી શકે છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતવાસીઓ ગરમી માટે રહેજો તૈયાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન