NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જજિસ બંગલાના હાઇસિક્યુરિટી ઝોનમાં ચોરી કરી પોલીસની મૂછો ખેંચતા તસ્કરો

જજિસ બંગલાના હાઇસિક્યુરિટી ઝોનમાં ચોરી કરી પોલીસની મૂછો ખેંચતા તસ્કરો

 | 8:24 am IST

અમદાવાદના વસ્ત્રાપુર જજીસ બંગલા પોલીસ ચોકી સામે જ આવેલી મોબાઇલની દુકાનમાં વહેલી સવારે ૯ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. મોબાઇલની દુકાનનું શટર જેકથી ઉંચુ કરીને તેમા એક પાતળા બાંધાનો શખસ ઘુસી જઇ આ ટોળકી એપલના મોબાઇલ અને આઇપેડની ચોરી કરી ભાગી ગયા હતા. તસ્કર ટોળકીએ પહેલા સીસીટીવીનો વાયર કાપી નાખ્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. સવારની થયેલી ચોરી મામલે ઉચ્ચ અધિકારી આખરે સાંજે ઘટના સ્થળે પહોચી ગયા હતા.

વસ્ત્રાપુર જજીસ બંગલા ચાર રસ્તા ખાતેની પોલીસ ચોકી સામે આવેલા ગોયલ ટ્રેડર્સ કોમ્પલેક્ષમાં આઇ પલ નામની મોબાઇલની દુકાનમાં સવારે ૫.૨૩ વાગ્યાની આસપાસ આઠથી નવ શખસો આવ્યા હતા. તેવામાં એક શખસે સીસીટીવી કેમેરાનો વાયર કાપી નાખ્યો હતો. દરમિયાનમાં તસ્કરોએ દુકાનનું શટર જેકથી ઉંચુ કરી દીધું હતુ. નવ શખસોમાંથી એક પાતળાબાંધાનો શખસ દુકાનમાં ઘુસી ગયો હતો. દુકાનમાં પ્રવેશેલા તસ્કરે ૭ આઇફોન અને ભોયરામાં જઇને ૭૯ આઇપેડના ખોખા કાઢી બેગમાં ભરીને લઇ ગયા હતા. સવારે રાબેતા મુજબ દુકાનના માલિક અક્ષત રાકેશ બાવીસી આવ્યા ત્યારે શટર વચ્ચેથી ઉચ્ચુ હતુ. ઘટના અંગે પોલીસને જાણ કરાઇ હતી. સીસીટીવીના વાયરો કાપી નાખ્યા હતા. દુકાનમાં એફએસએલ, ફિંગરપ્રીન્ટ એક્સપર્ટ અને ડોગસ્કવોડે તપાસ કરી હતી. ૪૦ લાખની કિંમતના એપલના આઇપેડ અને મોબાઇલ ચોરાવાની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. સામે જ જજીસ બંગલા પોલીસ ચોકી હોવા છતાં પણ તસ્કરો બિન્ધાસ્ત ચોરી કરી ભાગી ગયા હતા. જજીસ બંગલા અને ચોકી નજીક થયેલી ચોરીમાં પણ સ્થાનિક પોલીસ આવી ગઇ હતી પરંતુ ઉચ્ચ અધિકારીઓ મોડા આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અક્ષતભાઇની બીજી દુકાનમાં ચોરીની પહેલા કોશિશ કરી

અક્ષતભાઇની વસ્ત્રાપુર અને સેટેલાઇટ પોલીસ મથક વિસ્તારના ઝાંસીની રાણીના પૂતળા સામે એમ બે મોબાઇલની દુકાનો આવેલી છે. ઝાંસીના પૂતળા પાસે આવેલી દુકાન પર પહેલા આ ટોળકી ગઇ હતી અને ચોરીની કોશિશ કરી હતી પરંતુ આ દુકાનનું શટર ન ખુલતા તેમની વસ્ત્રાપુરની દુકાને ચોરી કરવા આવી હતી. પોલીસે તપાસ કરતા ઝાંસીના રાણીના પુતળા નજીક આવેલી દુકાનના સીસીટીવીમાં પણ તસ્કર ટોળકી કેદ થઇ ગઇ હતી. આ પરથી પોલીસ માની રહી છે કે, તસ્કરોમાં કોઇ જાણ ભેદું છે જેને અક્ષયભાઇની બંને દુકાનની જાણ હતી.

જજિસ બંગલાની દરેક ગલીમાં પોલીસ પહેરો છતાં ચોરી

જજિસ બંગલા વિસ્તારમાં મોટા ભાગના ચીફ જસ્ટિસ સહિતના રહે છે. તમામ બંગાલઓની આસપાસ અને બહારની વિસ્તારમાં પણ રાઉન્ડ ધી કલોક પોલીસ સતત હાજર રહે છે તેમ છતાં તસ્કરો નજીકના વિસ્તારમાં બિન્ધાસ્ત સવારમાં ૫.૨૩ વાગ્યે ચોરી કરી જતાં રહે તે પોલીસ કાર્યવાહી માટે શરમજનક ઘટના બની છે.

તસ્કરો બેફામ, પાંચ વિસ્તોરમાંથી ૧૧.૬૬ લાખની મતાની ચોરી

શહેરના વેજલપુર,વાડજ,સેટેલાઇટ,ઓઢવ,સાબમરતી અને ઓઢવ વિસ્તારમાં તસ્કરોએ ૧૧.૬૬ લાખની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. ઘરફોડ ચોરીઓના કિસ્સાઓમાં એકાએક વધી જતાં નાગરિકોમાં ભય ફેલાઇ ગયો છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે નાગરિકોમાં ભયનુ વાતાવરણ ફેલાઇ ગયુ છે.એક જ દિવસમાં ઘરફોડ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોધાતા પોલીસ તંત્ર માટે પણ પડતાક ઉભો થયો છે.

વેજલપુરમાં યશકમલ સોસાયટીના એક મકાનમાંથી લોખંડની તિજોરી તોડીને સોના ચાંદીના દાગીના,વાસણો મળીને કુલ રૃા. ૧.૧૮ લાખની ચોરીની ફરિયાદ કાળીદાસ ઉગરેજીયાએ નોધાવી છે.વાડજમાં રોહિત વાસમા એક મકાનનો દરવાજો તોડીને ૧.૫૫ લાખના દાગીનાની ઘરફોડની ફરિયાદ રતિલાલ રોઠોડે નોધાવી છે. જ્યારે સેટેલાઇટમાં અવધ એન્કલેવ વૃન્દાવન-૯,હબેતપુર ક્રોસિગ પાસે આવેલા બંગલોમાં રહેતા અનુજભાઇ પટેલે ફરિયાદ આપી છે કે, સેટેલાઇટમાં આકૃતિ સોસાયટીમાં તેમની ઓફિસનુ તાળુુ તોડીને રોકડ રકમ રૃા.૪.૫૦ લાખની ચોરી થઇ છે.

તેવી જ રીતે ઓઢવમાં સવિતાબહેન પટેલે ફરિયાદ આપી છે કે,બેલા પાર્કમાં તેમના મકાનમાં કોઇ અજાણી વ્યકિતએ પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના ૩.૨૧ લાખની ચોરી થઇ છે. સાબરમતીમાં વિજયભાઇ પંચોલીએ ફરિયાદ આપી છે કે,ત્રાગટ ગામમાં આવેલા શીવદર્શન સોસાયટીમા આવેલા તેમના મકાનનુ તાળુ તો.ડીને કોઇ વ્યક્તિએ સોના ચાંદીના દાગીના એસ.િ.ડી ટીવી મળીને કુલ ૫૦ હજારની મત્તાની ચોરી થઇ છે.