Juhi chawla birthday special personal life marriage and movies
  • Home
  • Featured
  • Photos : બે વર્ષ સુધી છુપાવી જૂહીએ આ ગુજરાતી સાથે લગ્નની વાત, પ્રેગનન્ટ થઈ જતાં કર્યો ખુલાસો

Photos : બે વર્ષ સુધી છુપાવી જૂહીએ આ ગુજરાતી સાથે લગ્નની વાત, પ્રેગનન્ટ થઈ જતાં કર્યો ખુલાસો

 | 9:49 am IST

જૂહી ચાવલા 90ના દશકની ટોપ એકટ્રેસ હતી. શાહરૂખ સાથે તેની જોડી ખુબજ શાનદાર રહી હતી. જૂહીનો 13 નવેમ્બર 1967માં પંજાબમાં જન્મ થયો. જૂહીના પિતા પંજાબી અને માતા ગુજરાતી હતા. સ્કુલના અભ્યાસ બાદ જૂહીનો પરિવાર મુંબઈમાં શિફ્ટ થયો. આજે આ ખુબસુરત અભિનેત્રીના જન્મદિવસ પર કરીએ જાણી અજાણી વાતો.

મુંબઈમાં જૂહીએ મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લીધો અને 1984માં મિસ ઇન્ડિયાનો તાજ મેળવ્યો. જૂહીએ 1986થી ફિલ્મ સલ્તનતથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર માથાભેર પટકાઈ.

વર્ષ 1988માં જૂહીએ કયામત સે કયામત તક કરી જેણે સફળતાના શિખરો સર કર્યા અને જૂહીને એક ખાસ જગ્યા અપાવી. આ ફિલ્મ કમર્શિયલ રીતે ખુબજ હિટ રહેતા માર્કેટમાં જૂહીના ભાવ ઉચકાયા. આ ફિલ્મે જૂહીને બેસ્ટ ડેબ્યુએટ ફીમેલનો એવોર્ડ અપાવ્યો.

અંગત જીવનની વાત કરીએ તો જૂહીના અફેરની ચર્ચા એક્ટર આમિર ખાન સાથે ખુબજ ચર્ચાઈ હતી, જો કે આમિરના સ્વભાવ સાથે જૂહીનો સ્વભાવ ન મેચ થતા જોડી જામી નહી. ત્યારબાદ જૂહીના જીવનમાં બિઝનેસમેન જય મેહતાએ દસ્તક આપી.

જય એ સમયે પરણેલા હોવાથી જૂહી માટે સમય થોડો આકરો હતો જોકે એક દુર્ઘટનામાં જયના પત્ની સુજાતા બિરલાનપં નિધન થતા 1995માં જૂહી અને જય મેહતાએ લગ્ન કરી લીધા. જૂહી કરતા જય 7 વર્ષ મોટા છે. જૂહી એ સમયે ટોપની અભિનેત્રી હોવાથી દર્શકો તેના લગ્નની વાત સ્વીકારશે કે કેમ તે વિચારતા 2 વર્ષ સુધી લગ્નની વાત છુપાવી રાખી હતી. જ્યારે જૂહી પ્રેગનેન્ટ થઈ તેણે લગ્નની વાત જાહેર કરી.

જૂહીને એક પુત્ર એક પુત્રી છે જ્હાન્વી અને અર્જુન ફિલ્મોની ચકાચૌધથી દૂર જ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ ઓછા દેખાય છે. આજે જૂહી તેના પરિવાર સાથે ખુશખુશાલ છે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન