જૂહી પરમારે પત્ર લખી પોતાના છૂટાછેડા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જૂહી પરમારે પત્ર લખી પોતાના છૂટાછેડા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

જૂહી પરમારે પત્ર લખી પોતાના છૂટાછેડા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 4:47 pm IST

ટીવી સીરિયલ કુમકુમ ફેસ જૂહી પરમારને પોતાના એક્ટર પતિ સચિન શ્રોફ સાથે આ મહિને જ છૂટાછેડા થયા છે. છૂટાછેડાના 15 દિવસ બાદ જૂહીએ તેના કારણ વિશે જાણકારી આપી છે.

રિપોર્ટસ અનુસાર, બંન્નેના તલાકનો કેટ લાંબા સમયથી મુંબઇની બાંદ્રા કોર્ટમાં ચાલી રહ્યો હતો. બંન્નેની આપસી સહેમતીથી આ છૂટાછેડા થયા છે. લગ્નનાં 9 વર્ષ બાદ આ ટીવી કપલ હવે કાયદાકીય રીતે અલગ થઇ ગયા છે. જાણકારી આપવામા આવી છે કે, જૂહી અને સચિન 18 મહિનાથી અલગ રહી રહ્યા હતાં.

હાલમાં જ એક પોસ્ટ લખીને જૂહીએ જણાવ્યું કે, તમામ પ્રયાસ, કોમેન્ટસ, સવાલ અને હર કોઇ મને પૂંછે છે કે અમે છૂટાછેડા કેમ લીધા. 27 જુલાઇ 2013એ મારી દીકરીનો જન્મ થયો અને હંમેશા મારી પ્રથમ પ્રાથમિક્તા મારી દીકરી જ રહી છે. ઘણુ બધુ કહેવામા આવ્યું, પરંતુ મારો સવાલ શું છે? અમે નક્કી કર્યુ હતું કે, અમે એક-બીજા પર આરોપો લગાવીશું નહી. કારણ કે એ અમારી દીકરીના હીતમાં નથી. હું હંમેશા કહેતી રહેતી હતી અને અમારા અસફળ લગ્નજીવનન પર આરોપ નાંખતી હતી.

જૂહીએ આગળ લખ્યું, હું ક્યારેય એ વિચારી ન સકી કે તમે મારા નિવેદનને મારી ખોટી ટિપ્પણી અથવા ખોટા અર્થને આધાર બનાવશો. તમે આપણા લગ્ન જીવનને લવલેસ ગણાવી તેની અસફળતાની દોષી મને ગણાવી દીધી.

જૂહીએ લખ્યું, તમે એવો દાવો કર્યો કે મેં તમને ક્યારેય પ્રેમ કર્યો નહી અને માત્ર તમે જ મને પ્રેમ કર્યો આમ તમે કહ્યું કે, આ એક તરફી પ્રેમ અને લગ્ન હતાં.

તમને જણાવી દઇએ કે, હાલમા દીકરી સમાયરા જૂહી સાથે રહે છે. વર્ષ 2011માં જૂહી અને સચિનના સંબંધમાં ખટપટ શરૂ થઇ હતી. પરંતુ દીકરીના જન્મ બાદ બંન્ને વચ્ચે વધુ ઠીક થઇ ગયુ હતું. પરંતુ ગત 18 મહિનાથી બંન્ને અલગ રહી રહ્યા હતા અને 20 ડિસેમ્બર 2017એ બંન્નેએ છૂટાછેડાની અરજી કરી હતી. ગત કેટલાક દિવસો પહેલા જ જૂહી રાજીવ ખંડેલવાલનાં શો જજ્બાતનો ભાગ બની હતી અને ત્યાં જ તેણે સચિન સાથેના લગ્નનાં ભાંગણા વિશે ખુલાસો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન