જાણી લો કયા રોગમાં, કયો જ્યૂસ પીવાથી તમને થશે ફાયદો... - Sandesh
  • Home
  • Health & Fitness
  • જાણી લો કયા રોગમાં, કયો જ્યૂસ પીવાથી તમને થશે ફાયદો…

જાણી લો કયા રોગમાં, કયો જ્યૂસ પીવાથી તમને થશે ફાયદો…

 | 12:45 pm IST

આયુર્વેદ અનુસાર જ્યૂસ પીને પણ આપણા શરીરની અનેક ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. પ્રાકૃત્તિક ચિકિત્સામાં પણ પસાહારને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેમાં અલગ-અલગ ફળો અને શાકભાજીનો રસ આપવામાં આવે છે. જો કે કારેલા, જાંબુ, દૂધીના જ્યૂસમાં સ્વાદ નથી હોતો પણ તેનો જ્યૂસ પીવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. તો આવો જાણીએ જ્યૂસ થેરાપીના કેટલાક સ્પેશિયલ રાજ જેનાથી તમને મળશે અનેક બીમારીઓનો ઈલાજ…

લોહીની ઉણપ
મોસંબી, દ્રાક્ષ, સફરજન, ટામેટા અને ગાજરનો જ્યુસ પીવાથી શરીરમાં લોહી સારું બને છે.

ઓછી ભૂખ લાગવી
જો તમને તમારી રૂટિન લાઇફમાં ઓછી ભૂખ લાગતી હોય તો તમે લીંબુ અને ટામેટાનો જ્યુસ પીવો, જેનાથી તમને ભુખ લાગશે.

તાવ
જ્યારે તમને તાવ આવે ત્યારે મોસંબી, ગાજર, સંતરાનો જ્યૂસ પીવો.

એસીડિટી
એસીડિટીમાંથી રાહત મેળવવા માટે તમે મોસંબી, સંતરા, લીંબુ અને અનાનસનો જ્યૂસ પીવો, જેનાથી તમને ખૂબ જ જલદી રાહત મળશે.

ખીલ
મોઢા પર થતા ખીલની સમસ્યાને દૂર કરવા માટે રોજ ગાજર, તરબૂચ અને ડુંગળીનો રસ પીવો.

ડાયાબિટીસ
આ રોગમાં ગાજર, કારેલા, જાબું, ટમેટા, કોબી તથા પાલકનો રસ પી શકાય છે.

માસિક ધર્મની પીડામાં
સામાન્ય રીતે દરેક છોકરીઓને પોતાના માસિક સમય દરમિયાન ખૂબ જ પીડા થતી હોય છે. જો તમે પણ આ સમસ્યામાંથી પસાર થતા હોવ તો તમે અનાનસના જ્યૂસનું સેવન કરો જે તમને દુખાવામાં રાહત આપશે.

કબજીયાત
અપચામાં લીંબુનો રસ, અનાનસનો રસ લો, આરામ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન