વૈશ્વિક ક્રૂડમાં ભડકો, પેટ્રોલના ભાવે દિલ્હીમાં રૂ. 70ની સપાટી કૂદાવી - Sandesh
  • Home
  • Business
  • વૈશ્વિક ક્રૂડમાં ભડકો, પેટ્રોલના ભાવે દિલ્હીમાં રૂ. 70ની સપાટી કૂદાવી

વૈશ્વિક ક્રૂડમાં ભડકો, પેટ્રોલના ભાવે દિલ્હીમાં રૂ. 70ની સપાટી કૂદાવી

 | 6:12 pm IST

 

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં હજુ પણ ભડકો થઈ રહ્યો હોવાથી દિલ્હીમાં પ્રથમવાર ડીઝલની કિંમત લીટરે રૂ. 60 અને પેટ્રોલનો ભાવ રૂ. 70 થઈ ગયો છે.

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ના જણાવ્યા અનુસાર ડીઝલના ભાવ 2014થી અંકુશમુક્ત કરાયા છે. ત્યારે ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઘટાડા તરફી પ્રવાહ હતો.

સરકારે ત્યારે પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાં પણ વધારો કર્યો હતો અને આ સાથે એવી ખાતરી આપી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધશે તો તેમાં ઘટાડો કરી શકાય છે. દિલ્હીમાં આજે રવિવારે લીટરે પેટ્રોલનો ભાવ રૂ. 70.28 અને ડીઝલનો ભાવ રૂ. 60.31એ પહોંચી ગયો છે. ત્રીજી ઓક્ટોબરે લિટર પેટ્રોલનો ભાવ રૂ. 70.88 હતો. તે પછી આ સર્વોચ્ચ સપાટી છે. 2014ના ગાળામાં પેટ્રોલનો ભાવ લીટરે રૂ. 70 કુદાવી જવાની ધારણા હોવાથી સરકારે એકસાઈઝ ડ્યુટીમાં બે-બે ટકાનો ઘટાડો પણ કર્યો હતો. આમછતાં પેટ્રોલ અને ડીઝલ બંનેમાં વધારાની ચાલ જારી રહી હતી.

મોદી સરકારે ડીઝલની એકસાઈઝ ડ્યુટીમાં 380 ટકા કરતાં પણ વધારો કર્યો છે. આથી તેનો ભાવ રૂ. 3.56થી વધી લીટરે રૂ. 17.33 થઈ ગયો હતો. આ જ પ્રમાણે પ્રેટ્રોલની એકસાઈઝ ડ્યુટીમાં પણ 120 ટકા જેટલો વધારો ઝીંકાયો હતો.

હાલમાં વૈશ્વિક બજારમાં બ્રેન્ડ ક્રૂડનો ભાવ બેરલ દીઠ 67 ડોલર  કરતાં વધારે છે. 2014માં ક્રૂડના ભાવમાં જોરદાર કડાકા અગાઉ આ ભાવ બેરલ દીઠ 115 ડોલરે પહોંચી ગયો હતો.