જૂનાગઢ: 3 વર્ષના પુત્રને માતાએ પીવડાવ્યું એસીડ અને પોતે પણ કરી આત્મહત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • જૂનાગઢ: 3 વર્ષના પુત્રને માતાએ પીવડાવ્યું એસીડ અને પોતે પણ કરી આત્મહત્યા

જૂનાગઢ: 3 વર્ષના પુત્રને માતાએ પીવડાવ્યું એસીડ અને પોતે પણ કરી આત્મહત્યા

 | 8:52 pm IST

વંથલી તાલુકાના રવની ગામે એક મહિલાએ પોતાના ૩ વર્ષના પુત્રને એસીડ પીવડાવી ગળાટુંપો દઈ હત્યા કરી નાખી પોતે પણ એસીડ પી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવથી રવની તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. વંથલી પોલીસના જણાવાયા અનુસાર મહિલા પોતે અસ્થિર મગજના હોય અને સારવાર અર્થે તેના પતિ સાથે સુરતથી અહિયા આવેલ હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં સુરત રહેતા વંથલી તાલુકાના રવની ગામના અલ્પેશભાઈ હંસરાજભાઈ માથુકિયાના પત્નિ મનીષાબેને તેણીના ૩ વર્ષના પુત્ર આરવને એસીડ પીવડાવી ફુલ જેવા બાળકને ગળાટુંપો દઈ મોત નિપજાવ્યા બાદ પોતે પણ એસીડ પી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવથી નાનકડા એવા રવની ગામ તેમજ સમગ્ર સોરઠ પંથકમાં ચકચાર સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. દરમિયાન આ બનાવ અંગે તપાસનીશ વંથલી પી.એસ.આઈ. ડાકીના જણાવાયા અનુસાર રવની ગામે બનેલ આ કરૃણ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

માતા-પુત્રને જૂનાગઢ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં. બાદમાં બન્ને મૃતદેહને સિવસલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે લઈ જવાયા હતાં. પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ પોલીસ આ બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે તેમ જણાવાઈ રહ્યું છે.