Junagadh: Doctor dead 8 injured in road accident
  • Home
  • Gujarat
  • જુનાગઢ: ગમખ્વાર અકસ્માતમાં તબીબનું મોત, 8 લોકો ઘાયલ, પતરા ચીરીને લાશ બહાર કાઢી

જુનાગઢ: ગમખ્વાર અકસ્માતમાં તબીબનું મોત, 8 લોકો ઘાયલ, પતરા ચીરીને લાશ બહાર કાઢી

 | 9:25 pm IST

જૂનાગઢના શાપુર પીએચસીમાં મેડીકલ ઓફ્સિર તરીકે ફ્રજ બજાવતા ડોક્ટર પોતાની કાર લઈને સાંજે જૂનાગઢ તરફ આવી રહ્યા હતા, ત્યારે વાડલા ફટક પાસે સામેથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, અને ડોક્ટર યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો બસના ડ્રાઈવર સહીત આંઠ લોકોને ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને શાપુર પીએચસીમાં મેડીકલ ઓફ્સિર તરીકે ફરજ બજાવતા રવિ ગુલાબદાસ ડઢાણીયા ઉ.33 આજે સાંજે નોકરી પૂરી કરીને પોતાની આઈ ટેન કારમાં બેસીને જૂનાગઢ તરફ આવતા હતા, ત્યારે વાડલા ફટક પાસેના ગીરીરાજ હોટલ સામે જૂનાગઢથી વેરાવળ તરફ્ જતી ખાનગી ટ્રાવેલ્સની મીની બસ સાથે સામેથી ધડાકાભેર કાર ટકરાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે, ડોક્ટર રવિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, અને બસમાં બેઠેલા ડ્રાઈવર સહીત સાત-આંઠ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોચી હતી, જેમને 108માં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવરના પગ ભાગી ગયા હતા, તો કેશોદના એક મુસાફરોના એક હાથના આંગળા તૂટી ગયા હતા. કારના પતરા ચીરીને મૃતદેહ બહાર કાઢયો હતો. કારનો બુકડો બોલી ગયો હતો.

ઘટનાને લઈને રોડની બને સાઈડ એક-બે કિલોમીટર સુધી ટ્રાફ્કિ જામ થઈ જતા પોલીસે આવીને ટ્રાફ્કિ ક્લીયર કરાવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ રવિ ડઢાણીયાને સંતાનમાં અઢી વર્ષની એક દીકરી છે.

આ વીડિયો પણ જુઓ : પાવગઢ મંદિર નવરાત્રી દરમ્યાન બંધ રાખવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન