જુનાગઢ: શિવભક્તોને ધ્યાનમાં રાખી એસ.ટી.વિભાગે 340 વધારાની બસો ફાળવી - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જુનાગઢ: શિવભક્તોને ધ્યાનમાં રાખી એસ.ટી.વિભાગે 340 વધારાની બસો ફાળવી

જુનાગઢ: શિવભક્તોને ધ્યાનમાં રાખી એસ.ટી.વિભાગે 340 વધારાની બસો ફાળવી

 | 7:06 pm IST

આજથી જુનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પ્રારભ થયો છે. મહંત હરીગીરીબાપુ ના હસ્તે ધ્વજારોહણ કરી આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ સુધી આ મેળો ચાલશે. જેમાં પાંચ લાખથી પણ વધારે શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આ મેળાને મીની કુંભ મેળાનો દરજ્જો અપાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે કરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.

શિવરાત્રિનાં મેળાને લઈ એસ.ટી. વિભાગે વધુ બસો ફાળવી છે. એસ.ટી. વિભાગે મુસાફરોની અનુકૂળતા માટે 340 વધારાની બસો જુનાગઢનાં મેળા માટે ફાળવ છે. શિવભક્તોને ધ્યાને રાખી એસ.ટી.વિભાગે આ નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયમાં 40 બસો ભવનાથની તળેટી માટે ફાળવવામાં આવી છે. ત્યાં જ જૂનાગઢ ડેપોને 200 જેટલી વધારાની બસ ફાળવાઈ છે.

રાજકોટ જૂનાગઢ વચ્ચે સ્પેશ્યલ ટ્રેનનો પ્રારંભ
મહાશિવરાત્રિના મેળા માટે જૂનાગઢ જવા ભાવિકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દર વર્ષે મહાશિવરાત્રિ માટે જૂનાગઢ જતા ભાવિકોના ધસારાને ધ્યાને રાખીને રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા તારીખ ૯, ૧૦, ૧૧, ૧૩ અને ૧૪મીના રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી પાંચ ટ્રિપ દોડાવવામાં આવશે. આ દિવસોમાં મેળા સ્પેશ્યલ ટ્રેન રાજકોટથી સાંજે ૧૯: ૧પ કલાકે ઉપડી જૂનગઢ ખાતે રાત્રે ર૧: ૩૦ કલાકે પહોેંચશે. પરતમાં આ ટ્રેન જૂનાગઢથી સવારે ૪: ૪૦ કલાકે ઉપડી રાજકોટ ખાતે ૬: પપ કલાકે પહોંચશે. ૭ જનરલ કોચ સાથેની આ સ્પેશ્યલ ટ્રેન રાજકોટ-જૂનાગઢ વચ્ચે રપ રૃપિયાના ભાડામાં દોડશે.