Junagadh kidnappings Hawas on this sun of the day to satisfy the woman's bike
  • Home
  • Featured
  • જૂનાગઢમાં ધોળે દિવસ હવસ સંતોષવા મહિલાનું બાઇક પર અપહરણ, પરંતુ…

જૂનાગઢમાં ધોળે દિવસ હવસ સંતોષવા મહિલાનું બાઇક પર અપહરણ, પરંતુ…

 | 11:33 am IST

જૂનાગઢ જિલ્લામાં ધોળે દિવસે હવસ સંતોષવા મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોને ખબર પડી જતા લોકો પાછળ દોડતા અપહરણકારે ધક્કો મારી નાસી છૂટ્યો હતો. પરંતુ આ શખ્સને વંથલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢના વંથલી તાલુકાના બંધળા ગામની દલિત મહિલાનું ગત તા. 17-2 ના રોજ લિફ્ટ આપવાના બહાને અપહરણ કરવામા આવ્યુ હતુ. મહિલાએ પોતાનુ ગામ આવતા બાઇક ચાલકે વાહન ન રોકતા મહિલાને પોતાનું અપહરણ થયાંનો અહેસાસ થતા, “બચાવો બચાવો” ની બૂમો પાડતા આજુબાજુના મેદાનમાં ક્રિકેટ રમતા યુવાનોએ મોટરસાયકલ ચાલકનો પીછો કર્યો હતો.

જેથી અપહરણ કરનાર શખ્સે પૂર ઝડપે બાઇક ભગાવ્યું હતું અને પકડાઈ જવાની દહેશતના પગલે આરોપીએ મહિલાને ચાલુ વાહને ધક્કો મારી દીધો હતો. ઘટનાને પગલે બચાવવા આવેલા યુવાનોએ આ મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં સીસીટીવી ફુટેજના આધારે એક શખ્સને ઝડપી લીધો છે.

આ બાબતે મેંદરડા તાલુકાના કેનેડીપૂર ગામે વંથલી પોલીસ ટીમ પહોચી હતી. જ્યાં તપાસ કરતા તેનાં ઘરેથી આરોપીનું મોટર સાયકલ મળી આવ્યુ હતુ. તેમજ આરોપીનો મોબાઇલ નંબર પણ મળી આવ્યો હતો. પોલીસે તે દિશામાં કાર્યવાહી કરતા આરોપીને ગણતરીના કલાકોમાં પકડાઇ ગયો હતો.

આરોપીની પૂછતાછમાં આરોપીએ ગુન્હામા વપરાયેલ વાહન 1 વર્ષ પહેલા માળિયા હાટીના ગામથી ચોરી કરેલ હતુ, તે કબલ્યૂં હતું. અને ખોટી નંબર પ્લેટ લગાવી મોટર સાયકલ વાપરતો હોવાનું કબૂલ્યું હતુ. જ્યારે આ ઘટનામાં આ મહિલાનું બદકામના ઇરાદે અપહરણ કર્યું હતુ અને પકડાઈ જવાની બીકે મહિલાને ચાલુ વાહને ધક્કો મારી દીધાની પણ કબૂલાત કરી હતી. આમ પોતાની હવસ સંતોષવા મહિલાને મોતને ઘાટ ઉતારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન