15 દિવસ થયા છતાં જુનાગઢના યુવકનો મૃતદેહ સાઉદી અરેબિયાથી આવ્યો નથી - Sandesh
  • Home
  • Gujarat
  • 15 દિવસ થયા છતાં જુનાગઢના યુવકનો મૃતદેહ સાઉદી અરેબિયાથી આવ્યો નથી

15 દિવસ થયા છતાં જુનાગઢના યુવકનો મૃતદેહ સાઉદી અરેબિયાથી આવ્યો નથી

 | 5:37 pm IST

જૂનાગઢના યુવાનનું સાઉદી અરેબિયામાં ફેક્ટરી અકસ્માતમાં મોત થયું છે. જેનો પરિવાર મૃતક યુવાનના અંતિમક્રિયા માટે છેલ્લા 15 દિવસ થી રાહ જોઈ રહ્યો છે. આ અંગે ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ નક્કર જવાબ ન મળતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.

જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા વિજય કેશવલાલ ભુવા નામના યુવાનનું સઉદી અરેબિયાની નારજન સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. ગત તા. 3 જાન્યુઆરી, 2017ના રોજ ફેક્ટરીમાં એક અકસ્માતમાં તેનું મોત થયું હતું. જેની જાણ તેમના પરિવારને કરવામાં આવી હતી. પરિવારે તેનો મૃતદેહ લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પંરતુ હજી સુધી વિજયનો મૃતદેહ આવ્યો નથી. વિજયની બંન્ને દીકરીઓ પિતાના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહી છે. આખો પરિવાર દુખમાં ગરકાવ થયો છે, પરંતુ વિજયના મૃતદેહનો હજી સુધી આવ્યો નથી.

વિજય છેલ્લા 9 વર્ષથી સાઉદી અરેબિયામાં કામ કરે છે. છેલ્લે સાતમ આઠમની રજામાં તે પોતાના પરિવારે જૂનાગઢ મળવા આવ્યો હતો. વિજયના આ ઘટનાની જાણ તેના પરિવારજનો દ્વારા જૂનાગઢના સાંસદ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટિવટરથી અને લેખિત જાણ કરી હતી. તેમ છતાં 16 દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં તેનો મૃતદેહ વતન પરત લાવી શકાયો નથી. સરકારમાં રજુઆત કરી હોવા છતાં કોઈ હકારાત્મક જવાબ ન મળતા પરિવારજનો મુંઝાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન