ચાંદીના ભાવ આસમાને પહોંચતા જ રાજકોટના ચાંદી બજારમાં ગ્રહણ લાગ્યું છે. શહેરમાં ચાંદીના 50થી 60 જેટલા યુનિટને તાળા વાગ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ચાંદીના ભાવમાં ઘટાડો થવાની આશાએ વેપારીઓએ મોટું રોકાણ કર્યું હતું. બીજી તરફ ગ્રાહકોએ નફામાં ચાંદીનું વેચાણ કરતાં વેપારીઓ ડૂબ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ચાંદીમાં વેપારીઓના બે હજાર કરોડ ડૂબ્યા હોવાનો અંદાજ સામે આવ્યો છે. 55થી 60 યુનિટમાં તાળા લાગ્યા હોવાનો દાવો દિવાળીમાં શહેરમાં સાતથી આઠ હજાર યુનિટ ધમધમતા હતાં. હવે રાજકોટમા ત્રણેક હજાર યુનિટ જ ચાલુ છે. ભાવ વધતાં યુનિટો પર અસર વર્તાઈ છે. જેના કારણે માર્કેટમાં પણ ગ્રાહકો પર અસર જોવા મળી છે. એક તરફી ચાંદીમા તેજીને કારણે રોકાણકારો ભરપુર રૂપિયા કમાયા પરંતુ તેમના હાથમાં નફો કે મૂડી હાથમાં આવી જ નથી. જે વેપારીઓ પાસે કરોડોની સંખ્યામાં રોકાણ કર્યું તેવા રાજકોટના 55થી 60 યુનિટમાં તાળા લાગ્યા હોવાનો દાવો કરાયો છે. ગ્રાહકોએ નફો લેતા વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું ચાંદીમાં ભાવ ઘટશે તેવી આશાએ વેપારીઓએ મોટા સોદા કર્યા પણ એક તરફી તેજીએ ગ્રાહકોએ નફો લેતા વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું છે. ડોક્ટર, ઉદ્યોગપતિ, બિલ્ડર સહિતનાઓના ચાંદીમાં રોકાયેલા અંદાજે બે હજાર કરોડ રૂપિયા ડૂબ્યાનો દાવો કરાયો છે. જેના કારણે રાજકોટમાં 55થી 60 હજાર કારીગરો બેરોજગાર બન્યા હોવાની જાણકારી મળી છે. આ પણ વાંચોઃ Gandhinagar: બગદાણા કેસમાં કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ SITની રચના કરાઈ