Junagadh Temple Audio clip viral of Swami Shyamnarayanacharya of Venkateswara Tirupati Temple
  • Home
  • Featured
  • જૂનાગઢમાં ગાદીપતિ સ્વામીની મહિલા પાસે બિભત્સ માંગણી, ‘કબ આ રહે હો..આ જાઓ એકબાર..આશીર્વાદનો ભંડાર છે, પપ્પી બાકી છે’

જૂનાગઢમાં ગાદીપતિ સ્વામીની મહિલા પાસે બિભત્સ માંગણી, ‘કબ આ રહે હો..આ જાઓ એકબાર..આશીર્વાદનો ભંડાર છે, પપ્પી બાકી છે’

 | 6:55 am IST

જૂનાગઢના ખોરાસા મુકામે આવેલા ૧૫૦ વર્ષ જૂના તિરુપતિ મંદિરના ગાદીપતિ સ્વામી શ્યામનારાયણ આચાર્યજીના કથિત ઓડીયોએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે.  સ્વામીએ એક મહિલા સેવિકાને વારંવાર મંદિરે આવવા અને પપ્પી બાકી છે…તેમ કહીને બીભત્સ માંગણી કર્યાની વાતચીતનો ઓડિયો વાઇરલ થતા સ્વામી સામે મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકોએ નારાજગી સાથે તેને હટાવવા માટે તખ્તો ગોઠવી લીધો છે. જો કે આ મામલે સ્વામીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ હજુ સુધી કોઈ ખુલાસો કરવા આગળ આવ્યા નથી.

ખોરાસામાં આવેલ વૈંકટેશ તિરુપતિ મંદિરના હાલના ગાદીપતિ સ્વામી શ્યામનારાયણ આચાર્ય અને એક મહિલા સેવિકાના ઓડિયો કલીપ મામલે ભારે ચર્ચા જાગી છે, સ્વામીએ શિવરાત્રીના સમયમાં એક મહિલા સેવિકાને ફેન કરીને તેની સાથે બીભત્સ માંગણી કરી હતી.જેને લઈને મહિલાએ પણ સ્વામીનો ઉધડો લીધો હતો, અને તમને આ  શોભે નહી તેવું જણાવ્યું હતું. બદનામીના ભયે મહિલાએ ફ્રિયાદ કરી નથી.

મંદિરના ટ્રસ્ટી પ્રવીણ વાલભાઈ ચાવડાએ જણાવ્યું કે, આ ઓડિયો કલીપ સ્વામીની હોય તેવું ધ્યાને આવતા તેને હટાવવા માટે તેઓએ પ્રક્રિયા શરૂ કરી છે. સ્વામી મહિલા સેવિકા સાથે બીભત્સ માંગણી કરતા હોય તેવી કલીપ ગામમાં અને સેવકો સુધી પહોચતા લોકોમાં નારાજગી છે. તેઓ સામે મંદિર પર કબજો કરીને ટ્રસ્ટીઓ સાથે છેતરપિંડી કરી છે.

મંદિરનું ટ્રસ્ટ હોવા છતાં તેમણે અલગથી લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ બનાવીને મંદિરનો આર્થિક વહીવટનો ગેરઉપયોગ કર્યો છે, જેને લઈને શરુઆતમાં એક વર્ષ પોતાને મૌન વ્રત હોવાનું સ્વામીએ જણાવીને ટ્રસ્ટી સાથે મીટીંગ કર્યા વગર પોતાની રીતે કબજો કરી લીધો છે.

તેની સામે ચેરીટીમાં અરજી કરવામાં આવી છે. આ સાથે મંદિરના સેવક દિલીપકુમાર છોટાલાલ ઉનડકટ અને દિનેશ ગઢિયાએ જણાવ્યું કે, મંદિરના પૂર્વાચાર્ય સ્વામી દેવકૃષ્ણજીના વીલના એકપણ નિયમનું પાલન કરવામાં આવતું નથી. જેને લઈને તેમને હટાવવા માટે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

ભૂતકાળમાં પણ સ્વામીની ઓડિયો બહાર આવ્યાનો આરોપ  

ટ્રસ્ટીના પુત્ર કિશોર મનસુખ ઉનડકટએ ૧૮ મે ૨૦૨૦ ના રોજ ચેરીટી કમિશ્નરને કરેલી ફ્રિયાદમાં જણાવ્યું છે કે, સ્વામીના ભાણેજ શિવાએ ૧૯૯૫ પછી ઉભી કરેલી મિલકત અંગે તપાસ થવી જોઈએ. પાઠશાળામાં અભ્યાસ કરતા એક છાત્ર પાસે સ્વામીની મહિલાઓ સાથે બીભત્સ વાતચીતોની અનેક ઓડિયો કલીપ હતી, જે અંગે સ્વામીને માલુમ પડતા તેમણે છાત્રએ જે તે વખતે માર મારીને કાઢી મુક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન