Junagadh: Two people fell into a well while learning to drive, both of them died
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જુનાગઢ: કાર શીખવાના ચક્કરમાં સાળો-બનેવી ઊંડા કુવામાં ખાબક્યા, બંનેના મોત

જુનાગઢ: કાર શીખવાના ચક્કરમાં સાળો-બનેવી ઊંડા કુવામાં ખાબક્યા, બંનેના મોત

 | 8:56 pm IST
  • Share

જૂનાગઢના વડાલની સીમમાં આજે બપોરે કાર શીખવાના ચક્કરમાં સાળો-બનેવીના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. બંને કાર સાથે ઊંડા કુવામાં ખાબક્યા બાદ તેની શોધખોળ માટે કામે લાગેલા તરવૈયાઓને રાતે 8 કલાકે બનેના મૃતદેહ હાથ લાગ્યા હતા. ઘટનાને લઈને નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

જેતપુરમાં રહેતો વિપુલ કડવાભાઈ ડોબરિયા ઉ.45 હાલ તેના વતન ચોકી ગામે આવ્યો હતો, તેની બહેન વડાલ ગામે રહેતી હોય તે આજે પોતાના બનેવી ચેતન મોહનભાઈ દોમડીયા ઉ.42 ને સાથે લઈને ચેતનની વડાલ ગામની સીમમાં આવેલ વાડીએ પોતાની હુન્ડાઈની એક્સેન્ટ કારમાં જઈ રહ્યા હતા, અને બપોરે ત્રણેક વાગ્યે વાડીમાં ઘુસતા જ ચેતને કાર શીખવા માટે ડ્રાઈવિંગ સીટ પર બેસીને કાર હંકારતા તેનાથી 50 ફૂટ દુર આવેલા 80 ફૂટ ઊંડા પાણી ભરેલા કુવામાં બને કાર સાથે ખાબક્યા હતા.

ઘટનાની જાણ થતા ગ્રામજનો એકત્ર થયેલ હતા અને પોલીસને જાણ કરી હતી, બાદમાં તાલુકા પોલીસ અને જૂનાગઢ ફયર સ્ટાફ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો, કાર ઊંડા કુવામાં હોવાથી અંદર ક્રેનની મદદ વડે તરવૈયાઓ ઉતારીને બનેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. અંતે પાંચેક કલાકની શોધખોળ બાદ રાતે 8 કલાકે કાર સાથે બનેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા, ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને લઈને નાના એવા ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ચેતનને સંતાનમાં 15 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢના માંગરોળમાં જંગલમાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન