Video, જુનાગઢ-વેરાવળ હાઈવે પર પૂરના ધસમસતા પાણીમાં તણાવવા લાગી કાર - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • Video, જુનાગઢ-વેરાવળ હાઈવે પર પૂરના ધસમસતા પાણીમાં તણાવવા લાગી કાર

Video, જુનાગઢ-વેરાવળ હાઈવે પર પૂરના ધસમસતા પાણીમાં તણાવવા લાગી કાર

 | 12:18 pm IST

છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યાં છે. ઠેરઠેર પૂર જેવી સ્થિતિ છે. પૂરના પાણી ગામો અને રોડ પર ફરી વળ્યાં છે. જુનાગઢ-વેરાવળ હાઈવે પર વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી. વેરાવળના ચન્નુવાવ ગામ નજીક પાણીના પ્રવાહમાં ફસાયેલી કાર તણાવવા લાગી હતી. કારમાં કેટલાક લોકો સવાર હતાં. જોકે સદનસીબે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા જ સ્થાનીકોએ તમામને બચાવી લીધા હતાં. સ્થાનિકોએ કાર ચાલકને કાર પાણીમાં જ છોડી દઈ જીવ બચાવવા મનાવી લીધો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.