Junagadh Woman Writing Pm Modi mother name 5.55 lacs time
  • Home
  • Gujarat
  • જબરા ફેન: PM મોદીથી પ્રભાવિત થઇ મહિલાએ 5.55 લાખ વખત લખ્યું હિરાબાનું નામ

જબરા ફેન: PM મોદીથી પ્રભાવિત થઇ મહિલાએ 5.55 લાખ વખત લખ્યું હિરાબાનું નામ

 | 4:36 pm IST

વડીલો નિરાંતની પળોમાં ભગવાનના નામો લખતા હોય છે. કોઈ ઓમ નમ: શિવાય તો કેટલાક ગાયત્રી મંત્ર પણ લખતા હોય છે. પરંતુ જુનાગઢની એક યુવતીએ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત થઇને તેમની માતા હીરાબાનું નામ 5.55 લાખ વખત લખ્યું છે.

જુનાગઢ જિલ્લાના નાના એવા ગામ મોટીધનેજ ગામે રહેતી ધાનીબેન પરબતભાઈ વરુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રેમ અને તેમની કામગીરીથી પ્રભાવિત છે. ખાસ તો આવા સપુતને જન્મ આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાને વંદન કરે છે અને તેમની માતાને બિરદાવવા 5,55,555 વાર તેમનું નામ લખ્યું છે.

છેલ્લા 2 વર્ષથી સતત તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા દામોદરદાસ મોદી નામનો મંત્ર લખી રહ્યા છે. તેઓ મોદીની કાર્યશૈલી અને તેમના વિચારો તેમજ આદર્શોથી પ્રભાવિત થઇ તેઓએ આ કાર્ય હાથ ધર્યું છે. આજીવન વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી રહે તેવી ધાનીબેનની આશા છે. ધનીબેન પીએમ મોદીને મળી આ તમામ લખેલા નામોની બુક્સ તેમને આપવા ઈચ્છા ધરાવે છે. હજુ તેઓ નામ લખવાના ચાલુ રાખશે તેવું તેમણે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન