Junagadh: Women Take Away Liquor Bottle in Keshod
  • Home
  • Featured
  • જૂનાગઢઃ પોલીસે દારૂનો નાશ કર્યો, મહિલાઓની બોટલો લેવા પડાપડી, ખાબોચિયામાંથી વાટકા ભરી લઈ ગયા

જૂનાગઢઃ પોલીસે દારૂનો નાશ કર્યો, મહિલાઓની બોટલો લેવા પડાપડી, ખાબોચિયામાંથી વાટકા ભરી લઈ ગયા

 | 2:12 pm IST

રાજ્યમાં આમ તો કહેવાતી દારૂબંધી છે. પણ રાજ્યમાં દરેક જગ્યાએ દારૂ વેચાય છે તે પણ એક સત્ય છે. તેવામાં જૂનાગઢ પોલીસ દ્વારા જપ્ત કરાયેલાં દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો. કેશોદ તાલુકાના ભરડીયામાં પોલીસ દ્વારા હજારો બોટલ દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પણ પોલીસની આ કાર્યવાહી બાદનાં દ્રશ્યોએ ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવી દીધા હતા. મહિલાઓએ દારૂ લેવા માટે પડાપડી કરી હતી. ટ્રકની અંદર અને નાશ કરેલી બોટલોમાંથી સારી બોટલો લેવા માટે મહિલાઓએ પડાપડી કરી હતી. દારૂની બોટલો કચડાઈ જવાને કારણે દારૂના ખાબોચિયા ભરાઈ ગયા હતા. મહિલાઓએ વાસણ વડે ખાબોચિયામાંથી દારૂ કાઢ્યો હતો. દારૂના નાશ બાદ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવેલી દારૂની લૂંટને જોઈ સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન