Junagadh youth cheated in US, cheating millions in the name of online course before job
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જુનાગઢનો યુવાન અમેરિકામાં છેતરાયો, નોકરી પૂર્વે ઓનલાઈન કોર્ષના નામે લાખોની છેતરપિંડી

જુનાગઢનો યુવાન અમેરિકામાં છેતરાયો, નોકરી પૂર્વે ઓનલાઈન કોર્ષના નામે લાખોની છેતરપિંડી

 | 12:28 pm IST
  • Share

જૂનાગઢના એન્જિનિયર યુવાનને એક શખ્સે યુએસએમાં નોકરીની લાલચ આપીને નોકરી પૂર્વે ઓનલાઈન કોર્ષના નામે નાણા પડાવીને 06 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.  જૂનાગઢમાં મોતીબાગ રાયજીબાગ શેરીમાં રહેતા અને એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએટ પૂર્ણ કરનાર પૂજન નાણાવટીએ સી ડિવિઝન પોલીસમાં નીલ પટેલ (હાલ યુએસએ, કેન્ટ કી અને મૂળ મહેસાણા) નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી છે.

જેમાં જણાવ્યું છે કે, તા.07 ઓક્ટોમ્બર 2020એ તેમનો સંપર્ક નીલ પટેલ સાથે ટ્વીટર વેબસાઈટ પરથી થયો હતો. બાદમાં નીલ પટેલના ટેલીગ્રામમાં ઈ-જ્ઞાાન ગ્રુપ ફાયનાન્સ કોર્સમાં જોડાઈને મેમ્બર બન્યો હતો.

યુએસએમાં નોકરીની લાલચ આપીને નોકરી ત્રણ માસનો કોર્ષ કરવા માટે અને બાદમાં યુએસએના તેના કલાઈટના ટ્રેડીંગની જવાબદારી માટે માસિક 50 હજારના પગારની ઓફર કરાઈ હતી.

કોર્ષ માટે ટ્રેડીંગમાં રોકાણ કરાવીને સારો નફની લાલચે નીલ પટેલે પૂજન પાસેથી ઓનલાઈન 4,53,233 રૂપિયા પડાવ્યા હતા, જે રકમ અને તેનો ત્રણ માસનો પગાર 1.50 લાખ મળીને 6,03,233 ની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોધાવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન