Junagadh Youth Suicide At Surat For Beak up
  • Home
  • Gujarat
  • પ્રેમમાં મળેલો દગો સહન ન કરી શક્યો યુવાન, પ્રેમિકાના નામે લખ્યો “છેલ્લો પત્ર”

પ્રેમમાં મળેલો દગો સહન ન કરી શક્યો યુવાન, પ્રેમિકાના નામે લખ્યો “છેલ્લો પત્ર”

 | 8:33 pm IST

“તે મારો ઉપયોગ કર્યો” પ્રેમિકાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી પુણામાં યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો. યુવક 10 દિવસ પહેલા જૂનાગઢથી સુરત આવ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી વિગત અનુસાર પુણામાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મુકેશ ચંદ્રકાંત હિન્ડોચાએ શનિવારે રાત્રે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી હતી, તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબોએ મુકેશને મૃત જાહેર કર્યો હતો. પૂણા પોલીસે જણાવ્યું કે મુકેશ દસ દિવસ પહેલાં વતન જૂનાગઢથી રોજગારી માટે સુરત આવ્યો હતો. દરમિયાન છેલ્લા ત્રણેક દિવસથી સારોલી વિસ્તારમાં આવેલી આશીર્વાદ ટેક્સ્ટાઇલ માર્કેટમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો.

મુકેશે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં પ્રેમિકાને સંબોધીને લખ્યું હતું કે, “તેં મારો ઉપયોગ કરી, મારી સાથે દગો કર્યો, મને તરછોડી દીધો.” પ્રેમ પ્રકરણમાં યુવકે અંતિમ પગલું ભર્યુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પુણા પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ મૃતક મુકેશના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળશે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં મસ્કતિ હોસ્પિટલમાં મહિલા સફાઈકર્મી સાથે છેડતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન