Video : જુનાગઢવાસીઓ એક એક બુંદ માટે મારે છે વલખા - Sandesh
NIFTY 10,837.25 +50.30  |  SENSEX 35,662.65 +179.18  |  USD 67.3725 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : જુનાગઢવાસીઓ એક એક બુંદ માટે મારે છે વલખા

Video : જુનાગઢવાસીઓ એક એક બુંદ માટે મારે છે વલખા

 | 4:47 pm IST

રાજ્યમાં પાણીની ઉણપ જોવા મળી રહી છે. જુનાગઢવાસીઓ એક એક બુંદ માટે વલખા મારી રહ્યાં છે. શહેરના અનેક વિસ્તારો છે જ્યાં પાણીનો સમય થતા જ બેડા યુદ્વ થાય છે. પાણીની અછતના કારણે જોશીરા, ઝાંઝરડા રોડ અને ઓજી વિસ્તાર સહિતના અનેક વોર્ડમાં પાણી માટે લોકોને લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. અમુલ્ય પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય રહ્યાં છે. આટલું જ નહી વિદ્યાર્થીઓને પણ અભ્યાસ છોડીને પાણી ભરવા માટે લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે પાણીની આ સમસ્યાને પહોચી વળવા માટે મહાનગર પાલિકાએ ટેન્કરથી પાણી પહોચાડવાનું શરૂ કર્યું છે. પાંચ ટેન્કરોથી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં 200 જેટલી પાણીની ટાંકીઓ મુકવામાં આવી છે. ત્યારે આ સાથે આગામી સમયમાં 10 ટેન્કર અને 300 જેટલી ટાંકીઓ મુકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.