- Home
- Entertainment
- Bollywood
- ભારતની કમાણી વચ્ચે સલમાન માટે ખરાબ સમાચાર, આ કેસમાં જવું પડશે ફરીથી જેલ!

ભારતની કમાણી વચ્ચે સલમાન માટે ખરાબ સમાચાર, આ કેસમાં જવું પડશે ફરીથી જેલ!

સલમાન માટે હાલ તો ભારત ફિલ્મની કમાણી એ સારા સમાચાર છે. પરંતુ બીજા એક ખરાબ સમાચાર પણ આવી રહ્યાં છે. કાળિયાર શિકાર મામલે જોડાયેલાં હથિયારનું લાઇસન્સ ગૂમ થઇ જવાને લઇને સલમાન ખાન તરફથી ખોટું શપથ પત્ર આપવામાં આવ્યું હતું એને લઈને મંગળવારે CJM કોર્ટમાં સુનાવણી થઇ. 1998ને આ મામલે સુનાવણી દરમિયાન સલમાન ખાનનાં વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, સલમાન ખાનનું કોઇપણ રીતે એવું મંતવ્ય ન હતું કે તે ખોટા શપથ પત્રની રજૂઆત કરે.
એવામાં તેમનાં વિરુદ્ધ કોઇપણ પ્રકારની ન્યાયિક કાર્યવાહી નથી થઇ. 20 વર્ષ પહેલાં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ માટે આવેલી ફિલ્મની ટીમે ચિંકારાનો શિકાર કર્યો હતો. તે પ્રકરણમાં સલમાન તરફથી હથિયારનું લાયસન્સ ખોવાઇ ગયાને લઇને શપથ પત્ર રજૂ કરવામાં આવ્યું છે.
સામા પક્ષે આ શપથ-પત્રને ખોટું ગણાવી કોર્ટને ખોટા રવાળે ચડાવવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેનાં માટે કલમ 340 હેઠળ કાર્યવાહી શરૂ કરવા પ્રાર્થના પત્ર વર્ષ 2006માં રજૂ કર્યુ હતું. આ મામલે સતત સુનાવણી થયા બાદ કોર્ટે મંગળવારે આ કેસમાં 17 જૂનનાં રોજ નિર્ણય સંભળાવવાનો આદેશ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન